________________
જ્ઞાનપંચમી દેશના ગૌણ છે. જ્ઞાનગુણની આવી મહત્તા હેવાથી જ શાસકારોએ જ્ઞાન એને જ આત્માનું લક્ષણ કહ્યું છે. આ વસ્તુ વધારે સમજવાને માટે ઉદાહરણ લઈ, તે દ્વારા વિસ્તારપૂર્વક સમજવા પ્રયત્ન કરીએ. રસેનાનો મુખ્ય ગુણ—કસ,
ઉદાહરણ તરીકે સેનાનું દષ્ટાંત લે ! સેનામાં જડત્વ છે,. અગ્નિમાં નાંખીએ તે તે બળી જતું નથી. તેમાં પીળાશ રહેલી છે.. આટલું છતાં આ સઘળા ગુણે તે સેનાના લક્ષણ કહેવાતા નથી, પરંતુ કસ એ જ એક સેનાને ગુણ અથવા લક્ષણુ કહેવાય છે. સેનામાં જેવા ગુણો રહેલા છે, તેવા જ ગુણે બીજી ધાતુઓમાં પણ. રહેલા છે. જડત્વ, ન બળવાપણું, પીત્તવર્ણ, ઈત્યાદિ ગુણે જેમ સેનામાં. છે તે જ પ્રમાણે તે ગુણે બીજી ધાતુઓમાં પણ છે. પરંતુ બીજી ધાતુઓમાં ન હોય એવો એક ગુણ સેનામાં રહેલું છે. પરંતુ સેનાના ગુણ તરીકે એક માત્ર કસ જ ગુણ ગણાવવામાં આવે છે. કસમાંઆવે છે તે જ સેનું કહેવાય છે બીજા સઘળા ગુણો પણ સોનાના લક્ષણ ગણાય છે, પરંતુ મુખ્ય લક્ષણ તે માત્ર સોનાનું કસ જ છે. સોનાની જ્યારે કિંમત આંકવાની હોય ત્યારે તે કિંમત વજનને આધારે આંકવામાં આવતી નથી, પરંતુ તેની કિંમત કસ ઉપર જ થાય છે, એ માટે જ કસ એ જ સોનાનું મુખ્ય લક્ષણ ગણાય છે. જીવને મુખ્ય ગુણ : ચેતના.
જેમ સોનાનો મુખ્ય ગુણ કર છે, તે જ પ્રમાણે આત્માને મુખ્ય ગુણ ચેતના છે. કસની સાથે સેનાના જે બીજા ગુણે છે તે. સઘળાં ઉપલક્ષણો છે, તે જ પ્રમાણે આત્માના ચેતના સિવાયના જે ગુણેછે તે ચેતનાની સાથે રહેલા હોઈ તે સઘળાં ઉપલક્ષણ સમાન છે. ૌદ્ગલિક ઉમદ દેખાડનાર-પ્રભુ શાસન
- આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જીવનું મુખ્ય લક્ષણ ચેતના છે.. જેમ કસ વિનાનું સોનું હેઈ શકતું નથી, તે જ પ્રમાણે ચેતના વિનાને કેઈપણ જીવ હોઈ શકતું નથી. પરંતુ જીવ પોતાના એ મહાન ગુણને ઓળખી શકતું નથી. પિતાને ચેતના ગુણ છોડીને તે જડતા તરફ ધસી જાય છે. માટે જ તે જીવને પિતાના ચેતના ગુણનું સંસ્મરણ. કરાવવાને માટે જ નિરંતર ધર્મોપદેશની જરૂર છે, અને એ ધર્મોપદેશ માત્ર શ્રીજિનશ્વરદેવનું શાસન જ પૂરું પાડે છે. ચક્રવતિની રિદ્ધિ