________________
૨૪
પર્વ મહિમા દર્શન તેવી રીતે વર્તમાનમાં પણ કઈ મનુષ્ય માત્ર જ્ઞાન કે જ્ઞાનના સાધનની ભક્તિ, સેવાથી પિતાના આત્માને વાસિત કરે છતાં પણ જે તે જ્ઞાનીને ભક્તિ, સત્કારથી વંચિત રહી તેમની આશાતના કરનાર થાય તે તેમાં પણ અશુભ ફળની તીવ્રતાને સ્થાન મળે, માટે હરેક ધર્માથી એ જ્ઞાનની આરાધના દ્વારા એ જ્ઞાન મેળવવા માટે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની ભક્તિ માટે તત્પર થવું. તે તત્વાર્થ આદિના. જણાવેલા આશ્રવકારણોને સમજનાર માટે નવું નથી. જ્ઞાની અને જ્ઞાનનું જેમ ભક્તિ, સત્કાર આદિ દ્વારાએ આરાધન કરવું જરૂરી છે તેવી જ રીતે જ્ઞાનના સાધનરૂપ પુસ્તકોનું લખાવવું, રક્ષણ કરવું, પ્રસાર કરે, તે પણ જ્ઞાન આરાધનાની ધગશવાળાને માટે જરૂરી છે. અવાધ્યાય અને સૂતક ન માનનારને
ઉત્થાપકે-ઢેડવાડાના માણસોને આભડછેટ જેવું લાગતું નથી, તેવી રીતે જન્મમરણના સૂતકોને નહિ માનનારા પણ ઢેડવાડાના માણસની માફક આભડછેટ માનતા નથી. તેઓ સૂતકને શાસ્ત્રમર્યાદા મુજબ પાળતા નથી. ઢેડવાડથી માંડીને દરેક હિન્દુ જન્મ-મરણના સૂતકને માને છે, પણ ઉથાપકે સૂતક પાળતા નથી, તેઓ દેરાસર વગેરે પવિત્ર સ્થાનોને અભડાવે છે. તેમને કોઈ પ્રતિબંધ કરતું નથી. સૂતકોને અંગે તેઓએ જનસમાજમાં ગોટાળે વાળે છે. જ્યાં આગળ સુવાવડને પ્રસંગ હોય તેની આજુબાજુમાં ૧૦૦ ડગલાં સુધી શ્રત વાંચવા ભણવાનો નિષેધ છે. એમાં એટલી અપવિત્રતા માની છે. જો ડગલામાં કાળ ગ્રહણ વગેરેની ક્રિયાઓ-અનુષ્ઠાનો થાય નહિ. શ્રી દશવૈકાલિકસૂત્રમાં સૂતકને અંગે આખું કુળ વર્જવાનું જણાવેલ છે. જ્યાં એવા પ્રકારને સૂતકાદિને પ્રસંગ હોય ત્યાંના ૧૦૦ ડગલાં સુધીમાં સ્વાધ્યાય તથા કાલગ્રહણ સરખી ક્રિયા થાય નહિ. ક૯પસૂત્રમાં અશુચિકર્મના ૧૧ દિવસ મહાવીર પ્રભુના જન્મ અંગે કહેલા છે. તે દિવસે ગયા પછી જ પવિત્રતા થઈ. સૂત્રકાર કહે તે માનવું નહિ. સુવાવડવાળાને દેરાસરમાં જવાની ક્ટ, મડદાં બાળીને આવે તે પણ પૂજા કરાયું. આવી છૂટો પ્રરૂપે છે, પ્રચારે છે. જ્યારે શાસ્ત્રમાં તે સુવાવડની અપવિત્રતાને અંગે આખું કુળ આહાર–પાણી ગ્રહણને અંગે અપવિત્ર-વર્ય કહ્યું છે. તેની આજુબાજુના ૧૦૦ ડગલાને ભાગ પણ અપવિત્ર ગણે છે.