________________
પ
માં
પર્વ મહિમા દર્શન શ્રત માટે આરાધના તિથિ નિયત કેમ કરી ?
જૈનએ બારે માસના પર્વોમાં તહેવારોમાં ચારિત્રની તિથિ, દર્શનની તિથિ, કેવળજ્ઞાનની તિથિ કે મતિજ્ઞાનની તિથિ ન રાખતાં શ્રુતપંચમી કેમ રાખી?
આ પંચમી-જ્ઞાનપંચમી કેમ કહેવાય છે? જ્ઞાન વહેવારથી કહીએ છીએ. જ્ઞાનના આઠ આચારે કહીએ છીએ એ શું ? મતિજ્ઞાનના આચારે છે ? ના. એ આચાર શ્રતજ્ઞાનના છે, છતાં તેને શ્રતાચાર ન કહ્યા, પણ જ્ઞાનાચાર કહ્યા, તેનું કારણ ? શ્રુતજ્ઞાનને અંગે એ આઠે આચારે છે. છતાં જ્ઞાનાચાર કહ્યા છે. તેવી રીતે પાંચમનું પર્વ શ્રતજ્ઞાનને અંગે છે. છતાં તેને “જ્ઞાન પંચમી” કહેવાય છે. વ્યવહારમાં આચારમાં લેવા દેવા તરીકેના તે પદાર્થ હોય તે પાંચ જ્ઞાનમાં એક કૃતજ્ઞાન જ છે. તે આરાધવા માટે જ્ઞાનપંચમી પર્વ શાસને નિયમિત કર્યું. બારે માસમાં આ એક દિવસ મુકરર કરવાનું કારણ શ્રુતજ્ઞાન અને તેની આરાધના છે. જ્ઞાન શબ્દથી શ્રુતજ્ઞાન લેવું. શાસન શ્રુતજ્ઞાન સાથે ઉત્પન્ન થનારૂં વધનારૂં અને ટકનારું છે. શ્રુતજ્ઞાનને વિચ્છેદ થયે શાસન વિચ્છેદ થનારું છે. જ્યારથી ગણધર મહારાજે શ્રુતજ્ઞાનની રચના કરી ત્યારથી શાસન શરૂ થયું. આ શાસનની મૂળ જડ સાધુ છે. શ્રાવક શ્રાવિકા શાસનની જડ નહિ, પરંતુ તેના ઉમેદવાર છે.
આ જ્ઞાનપંચમીને મહિમા સર્વ તીર્થમાં પ્રવર્તવાને લાયકને હે ઈ વીસે તીર્થકરમાંથી કેઈન પણ જ્ઞાનઉત્પત્તિને દિવસ લીધે નહિ, કોઈ પણ ગણધરમહારાજાની દ્વાદશાંગી રચનાને દિવસ લીધે નહિ, કઈ પણ શ્રુતકેવલી મહારાજાઓએ કરેલા શાસ્ત્રોદ્ધારને દિવસ લીધે નહિ, કેઈ પણ અંત્ય દશપૂવીએ કરેલા આગમસંક્ષેપને દિવસ લીધે નહિ. દેવદ્ધિગણિક્ષમાશ્રમણજી વગેરેએ સિદ્ધાંત પુસ્તકારૂઢ કર્યા તેની આદિને કે અંતને દિવસ લીધે નહિ, તેનું કારણ સ્પષ્ટ સમજશે કે આ જ્ઞાનપંચમીને દિવસે વર્તમાનમાં શ્રુતજ્ઞાનની મુખ્યતાપૂર્વક પાંચ જ્ઞાનની આરાધના અને તિર કાળમાં સમગ્ર રીતિએ પાંચ પ્રકારના જ્ઞાનની આરાધના થઈ શકે.