________________
જ્ઞાનપંચમી વ્યાખ્યાન રાપ ઘણાહૂ” રાખ્યું જ્ઞાન સાધન તરીકે જરુરી, તેથી શ્રીનંદીસૂત્રમાં શરૂઆતમાં જ્ઞાનના વિભાગે જણાવે છે. જ્ઞાનના પાંચ પ્રકારે,
જ્ઞાન પાંચ પ્રકારનું કહેવું છે “મિનિrfધાર' આભિનિબોધિકજ્ઞાન પદાર્થની સન્મુખતાએ સંશય વિપર્યય વગરનું જ્ઞાન. બીજુ કુતજ્ઞાન-શબ્દ, અર્થ, વાચ્ય, વાચકના સંબંધવાળું જ્ઞાન અવધિજ્ઞાન મર્યાદાએ એટલે રૂપી જ પદાર્થો જણાય. રૂપીના છેડા સુધી જે જ્ઞાન જઈ શકે તે મર્યાદાજ્ઞાન કહેને ? અવધિને સ્વભાવ એ છે કે નીચે નીચે વધારે દેખાય. ચક્ષુમાં સરખું દેખાય. બધી ઈન્દ્રિયે સરખી રીતે વિષયે ગ્રહણ કરી શકે. અવધિમાં વિચિત્ર મર્યાદા છે. ઊંચે દેખે ઓછું, નીચે દેખે વધારે. સૌધર્મના દેવતા દોઢ રાજ નીચે દેખે, ઉપર પિતાના વિમાનની એકલી ધજા યાવત્ નીચે શર્કરાપ્રભા, કે ઈ તમપ્રભા કેઈ તમતમાપ્રભા નરક સુધી દેખે, પણ ઉપર પિતાના વિમાનની ધજા સુધી જ દેખે, માટે એનું નામ અવધિજ્ઞાન. સધી સધો fવસ્તૃત એવું જે જ્ઞાન તે અવધિજ્ઞાન.
આ વાત ખ્યાલમાં લેશે તે ગૌતમ અને આણંદ શ્રાવકના વિવાદને ખુલાસે થશે. ગૌતમને થયેલું અવધિ નીચે હજાર જજન. ઉપર દોઢ રાજ; આણંદ શ્રાવકને થયેલું અવધિ નીચે હજાર જજન. ઉપર સૌધર્મ દેવલોક-દોઢ રાજ સુધીનું અવધિજ્ઞાન થયું હતું. અવધિજ્ઞાન રૂપી દ્રવ્ય માત્રની મર્યાદા હોવા સાથે નીચે નીચે વિસ્તારવાળું જ્ઞાન.
મનની જે અવસ્થા તે મને પર્યાવ, તે મનના પુદ્ગલે જાણે. સંપૂર્ણ જ્ઞાન જેમાં કશી ન્યૂનતા નથી તે કેવળ. આમ સામાન્ય સૂત્રની - વ્યાખ્યા કરી; જ્ઞાન પાંચ પ્રકારનું તે કેમ ? નવતત્વ દંડક જાણનારા માર્ગણ લે તે આઠ ભેદ છે. આઠ પ્રકારનું કહેવું જોઈએ. જ્ઞાન સમ્યગૃજ્ઞાનરૂપે લઈએ છીએ. મિથ્યાજ્ઞાનને અહીં સંબંધ નથી. શ્રતજ્ઞાનમાં સમ્યગ્રુત ને મિથ્યાશ્રુત એ બે ભેદ ન હોવા જોઈએ. પાંચ જ્ઞાનના (૫૧) એકાવન ભેદમાં ત્રણ અજ્ઞાન ગ્રહણ કરેલા નથી. અવધિમાં વિર્ભાગજ્ઞાન ન લીધું. શ્રુતમાં મિથ્યાશ્રત લીધું નથી. માર્ગણામાં આર ભેદ પાડયા. અહીં મિથ્યાશ્રત લીધું નથી. સમાધાનમાં પાંચ પ્રકારનું કહેવું છે.