________________
૧૬
પર્વ મહિમા દર્શન સ્થિતિનું છે? જ્ઞાન એ જ અપૂર્વ ધના ધોકા ખાવાના ધનને લીધે જ હોય. ધન ન હોય તેને ધેકા કેઈ મારવા ન આવે. તેને ચારલૂંટ-ધાડને ભય નથી. ધન જ્ઞાન ગયું કે છે કે પેસવાને કઈ ચોરી કરી શકે નહિ, હરી શકે નહિ તેવું ધન જ્ઞાન છે. વગરયત્નને દી, હંમેશાં ઉગતે સૂર્ય, ત્રીજું નેત્ર, ચેરીથી ન જાય ને હર્યું પણ ન જાય, તેવા જ્ઞાનને આરાધન કરનાર આરાધક બને.
જ્ઞાનની વિરાધના કરવાથી મૂંગા-બહેરા–બબડા-લૂલા-લંગડારેગી-દરિદ્રી મૂર્ખ–અલ્પાયુષી-દુર્ભાગી આદિ અનેક દુષ્કર્મો ઉદયમાં આવે છે. તેવા દુષ્કર્મને ક્ષય કરવા માટે તેમજ અધિક જ્ઞાન મેળવવા માટે જ્ઞાન-જ્ઞાનીને વિનય કરે, સેવાભક્તિ કરવી, તેમજ આ કૃત પંચમી પાંચ વરસ અને પાંચ મહિના. દરેક શુકલપંચમીએ વિધિ સહિત ઉપવાસ કરી આરાધના કરવી. યથાશક્તિ દરરોજ નવીન ધાર્મિક અભ્યાસ કરે. ન ચડે તે પણ જેટલો સમય ભણવામાં ઉદ્યમ કર્યો હશે તેટલે સમય જ્ઞાનાવરણકમને જરૂર નાશ થશે માતુષમુનિ સરખા પણ જ્ઞાની ગુરુના વચન પ્રમાણે દરરેજ ભણવાને ઉદ્યમ કરતા હતા, છતાં એક પદ ન આવડતું હતું. પૂર્વભવની તેવી જ્ઞાન વિરાધના હતા, પરંતુ જ્ઞાન આરાધનાના વેગે તે જ ક્ષોપશમ છતાં કેવલજ્ઞાન મેળવ્યું. જેટલી જિનમંદિરના જિર્ણોદ્ધારની જરૂર છે, તેવી જ રીતે જૂના સમયના પૂર્વાચાર્યોએ આગમ સૂત્રો, તેની ટીકાઓ-ચૂર્ણ એ બીજા પણ ધર્મગ્રંથ સુવિહિત ગીતાર્થ આચાર્યોએ રચેલા હોય અને પ્રસિદ્ધ ન થયા હોય તેવા પણ જિર્ણ પુસ્તકોને ઉદ્ધાર કર, કરાવે, લખાવવા પ્રચાર કરો, ભણનારાઓને સહેલાઈથી મળી શકે તે પ્રબંધ કરે. આ પણ જ્ઞાનભક્તિ છે. અજ્ઞાની આત્મા ક્રાડો પૂર્વ સુધી તપ જપ આદિ કષ્ટમય કિયા કરી જે કર્મ ન ખપાવી શકે તે જ્ઞાની શ્વાસોશ્વાસ જેટલા અપ કાળમાં તેટલાં કર્મ ખપાવી શકે. આ પ્રભાવ હોય તે તે જ્ઞાનને છે.