________________
- ૧૪
પર્વ મહિમા દર્શન જ્ઞાનપંચમી એટલે જ્ઞાનનશ્રુતના આધારભૂત એટલે શ્રુતપંચમી. શ્રુતજ્ઞાનના આધારભૂત પુસ્તકને ચોમાસાની શરદી વખતે બહાર કાઢવાને પ્રચાર હેય નહિ, જરૂર પૂરતાં એકાદ બે પુસ્તક બહાર કાઢે તે ઠીક, પણ બાકીનાં પુસ્તકને ચાર મહિના કાઢવામાં ન હોય, જેમ શ્રી સિદ્ધાચલની જાત્રા ચાર મહિના બંધ રહેલી હોય અને કાર્તિકી પુનમે ખુલે, તે વખતે કેટલે આનંદ હેય? તેમ ચાર મહિના બંધ થએલી જ્ઞાન આરાધના, તે કારતક સુદ પાંચમે ખેલાય, તે વખતે કેટલે આનંદ હોય? પુસ્તક કે ભંડારને બહાર લાવવાની સ્થિતિ તે ઉપયોગની શરૂઆત કરવાની સ્થિતિ. આથી કા. સુ. ૫ પહેલાં પુસ્તક ખેલવાને વખત જ નહીં આવે. ચોમાસું હોવાથી સાધુઓને પણ
ગ હેય. પહેલ વહેલો મહિમા ઓર જ હોય. શ્રુતજ્ઞાનના આધારભૂત કારતક સુદ પંચમી એ પૂર્ણાતિથિ પાંચજ્ઞાન હોવાથી એ જ્ઞાન તિથિ પંચમી લીધી.
પાંચ આચારમાં, મેક્ષના રસ્તામાં, જ્ઞાનચારમાં જ્ઞાનને આગળ ખેંચી લાવ્યા, જ્ઞાનને નામે પુસ્તકે પૂજ્ય બનાવ્યાં, આ તિથિને આરાધ્ય બનાવી તે એટલું બધું શું મહત્વ છે? જગતમાં કુલદીપક કહે તે હરખાય અને કુલઅંગારો કહે તે ખીજાય. દીપક અને અંગારે બને તેજ અને જોત સ્વરૂપ છે, છતાં દીપક કહેવાથી પ્રશંસા કેમ ગયું? દીપક ઉદ્યોતનું કામ કરે છે, અંગારે ઉદ્યોતનું કામ નથી કરતા. તેમ જગતમાં દી સારામાં સારી ચીજ ગણાય છે, દિ સર્વેમાં જરૂરી ગણાયે. સૂર્ય અસ્ત થયે, તે પહેલાં દીપકનું કામ કરવા માંડે, આથમવા પહેલાં દિવેટ વણવા માંડે, કારણ કે એ પ્રથમ જોઈશે. જગતમાં આ દી સારો જરૂરી ગણાય, છતાં તે બાહ્ય પ્રયત્નથી બનાવેલે. બનાવટ વગર બનાવેલે દી કે ?
આત્માનું જ્ઞાન એ દીવે છે. આત્માનું જ્ઞાન થાય એટલે જડનું આશ્રવ-સંવર-નિર્જરા અને મેક્ષનું તથા હેયાદિકનું જ્ઞાન થાય, પણ જ્ઞાન દીપક પ્રગટે ત્યારે. જેને જ્ઞાન ન હોય તેને પાપ, પુન્ય, આશ્રવ, સંવર, બંધ નિર્જર, સંસાર અને મોક્ષની બધી પ્રવૃત્તિ સરખી લાગે.