________________
જ્ઞાનપંચમી વ્યાખ્યાન
૧૩
પુસ્તકમાં તેમ હોવાથી. દેવદ્ધિગણિ પછી લખાયાં, એથી ન્યાયાધીશની જગ્યાએ પુસ્તક વિવાદ પડે તે ત્રીજે કહે તે કબુલ કરે, છતાં વિવાદન ભાંગે, ત્યારે કેરટનું શરણું લેવું પડે છે. દેવદ્ધિગણિ ખમાસમણ વખતે જ્ઞાનીનાં વચને ન્યાયાધીશ તરીકે હતાં, પણ પછી મરણની ખામી, કષાયની બહલતા, અજ્ઞાનની પ્રચુરતા, તેમજ હિસાબ વિનાને કદાગ્રહ-તેથી કરીને ન્યાયાધીશની ખુરશી નક્કી કરી, આ કાયદાથી જે ચુકાદો આવે તે કબૂલ. તેથી કરીને સિદ્ધાંત-પુસ્તકની પ્રતિનું લખાણ કહે તે કબૂલ. પુસ્તક લખતાં બાઈઓએ શીખવું જ જોઈએ.
લિપિબદધ પુસ્તક તે તે પહેલાં પણ હતાં, આથી જ્ઞાનપંચમી પર્વ દેવર્લિંગ પછી પ્રવર્યું છે, એમ કહેવા કેઈ તૈયાર થાય નહિ ભગવાન રાષભદેવજીએ બ્રાહ્મી સુંદરીને લિપિનું જ્ઞાન આપ્યું છે, લખવાનું કામ બાઈઓને સેપ્યું છે. પુસ્તક લખતાં બાઈએ શીખવું જ જોઈએ, તેથી શ્રી ભગવતીસૂત્રમાં શરૂઆતમાં બ્રાહ્મીના ઉપલક્ષણથી લિપિને નમસ્કાર કર્યો છે. ત્રણ લાખ ક બાઈ એ મેડતામાં લખ્યા છે, અર્થાત્ લિપિ લખાણની પદ્ધતિ દેવદ્ધિગણિ ખમાસમણ વખતે ઉત્પન્ન થએલી નથી, પણ શ્રીષભદેવજી ભગવાન વખતે ઉપન. થએલી છે. એટલે પુસ્તક નિર્ણય આપે તે બધાએ કબુલ કરવે, તેથી પુસ્તકારુઢ સિદ્ધાંત થયે.
હવે કારતક સુદ પાંચમે જ્ઞાનપંચમી કેમ ? આરાધના, આચાર જો કે મુખપાઠના જ્ઞાનને હેય, આરાધના એ લિખિત જ્ઞાન સિવાય બને જ નહિ. પંચમી આચરણને અંગે નથી, પણ આરાધનાને અંગે છે. તેથી પંચમી શબ્દ જોડે મૂકીએ છીએ. આરાધ્યતિથિ જોડે પંચમી લીધી, તેથી આરાધનાને દિવસ નક્કી થાય, તે જ્ઞાન કયું લેવું પડે ? આરાધ્યજ્ઞાન એ જ જ્ઞાન. પંચમી શબ્દ જોડે આરાધ્ય એવું જ્ઞાન લેવું પડે. તે કયાં બને ? પુસ્તક સ્થિતજ્ઞાન સિવાય આરાધ્યજ્ઞાન બની શકે નહિ, તેથી જ્ઞાનના આધારભૂત પુસ્તક જ લેવાય.