________________
જ્ઞાનપંચમી વ્યાખ્યાન
જ્ઞાનની અંદર વિર્ય મદદ કરનારી ચીજ છે. જ્ઞાન થવા પહેલાં વીર્ય જરૂરી છે, અને વીર્યને અભાવ જ્ઞાનને રોકનારી ચીજ છે. તેવી જ રીતે દર્શન-ચારિત્ર-તપને અંગે વીર્યની જરૂર, માટે છત્રીસદોમાં વીર્યાચારની જરૂર છે. તે હોવાથી ભાષ્યકારે વર્યાચારના ૩૬ ભેદ માન્યા. જ્ઞાના૦૮, દર્શના૦૮, ચારિ૦૮, તપા૦૧૨ ભેદ અને વિચારના શારીરિક વીર્યની અપેક્ષાએ મનવચન-કાયાના ત્રણ ભેદ લઈએ, પણ વિષયની અપેક્ષાએ ૩૬ ભેદો લેવા પડે. પાંચે આચારના ભેદ જણાવ્યા, તેમાં પ્રથમ જ્ઞાનાચાર કેમ જણાવ્યું ?
દર્શનાચાર મેક્ષની જડ, ચારિત્રાચાર મેક્ષની મુસાફરી અને તપાચાર મેક્ષની પ્રાપ્તિ કરાવવા મુખ્ય છે, તેમાં પ્રથમ જ્ઞાનાચારને અવકાશ કેમ આપે ? નગરજ્ઞાનચરિત્રાળ મોક્ષમાર્ગ . એમાં કેટલીક જગ્યાએ સમ્યકત્વ પ્રથમ અને કેટલીક જગ્યાએ જ્ઞાન પ્રથમ લેવામાં આવ્યું છે, આમ મોક્ષમાર્ગ જણાવતાં કેટલાકે પ્રથમ દર્શન અને કેટલાકે પ્રથમ જ્ઞાન લીધું છે. પણ પાંચ પ્રકારના આચારમાં દર્શનાચાર પ્રથમ કઈ પણ જગ્યાએ મૂકાયે નથી. પ્રથમ જ્ઞાનાચાર જ મૂકવામાં આવ્યું છે. કારણ? શાસ્ત્રકાર એ વસ્તુ ઉપરથી વનિત કરે છે કે દરેકે દર્શના આઠ ભેદ, ચારિત્રના આઠ ભેદ અને તપસ્યાના બાર ભેદ આચરવા હેય યાવત્ વીર્યાચારના સ્વભેદ ત્રણ, વિષય ભેદ છત્રીશ આચરવા હોય તે પ્રથમ જ્ઞાન તરફ પ્રયત્ન કરે જોઈએ. દરેક આચાર જ્ઞાન વગર જાણી શકાય નહિ, | દર્શનાચારના આઠ ભેદ. પ્રથમ ભેદમાં શંકારહિતપણું થવાનું તે કેના પ્રતાપે થવાનું ? જ્ઞાનના જ પ્રતાપે. જે જ્ઞાન ન હોય તે દુનિયામાંથી આવતે શંકાને ઝપાટો ઠેલી શકાય જ નહિ. એ ઝપાટાને હડસેલી દેવો હોય તે જ્ઞાનનું હથિયાર જોઈશે. તેમ કાંક્ષાનું કરાવતન કેણ રેકશે ? જ્ઞાન. એમ દશનાચારના આઠ અતિચારે તપાસીશું તે જ્ઞાન દ્વારા પ્રવર્તાનારા છે. જ્ઞાન સિવાય બીજા આચારની પ્રવૃત્તિ થઈ શકવાની નથી. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એમાં પણ જ્ઞાન વગર પ્રવૃત્તિ કરી શકાય નહિ. જીવ જાણે નહિ, જીવની