________________
પર્વ મહિમા દર્શન હિંસામાં કર્મ છે તે જાણે નહિ, કર્મ ભેગવવા પડે છે તે જાણે નહિ, તે ઈર્યાસમિતિ વગેરેના અધિકારને અવકાશ કયાં રહ્યો ? જ્ઞાનની નિશ્રાએ કરેલે તપ સમ્યગુતપ છે.
દશનાચાર-ચારિત્રાચાર જ્ઞાન વગર પાંગળા, પણ તપસ્યા કરવી, ન ખાવું, ઉદરી કરવી, વિષયત્યાગ કરે ત્યાં વધે શો આવે છે? તપસ્યા કરવામાં જ્ઞાન નહિ હોય તે અડચણ નહિ આવે, પણ અજ્ઞાનતપ અને સમ્યગુતપ પણ તપાચાર એ અજ્ઞાનતપને ભેદ કે સમ્યગૂતપને ભેદ છે? જે સૂત્રકારો, ટીકાકારે સવજનિ કુદત ગુપ્તિ એ અહીં લગાડે છે, તેથી જેનદર્શનના ૧૨ પ્રકારના તપને અંગે જ્ઞાનજડ હોવી જોઈએ. જ્ઞાન વગરની તપસ્યા સમ્યગૃતપ કહી. શકાય નહિ.
ગીતાર્થઆધિન તપસ્યા, એટલે ગીતાર્થનું જ્ઞાન તેમાં આવી ગયું. જ્ઞાન વગરનું તપ તે અજ્ઞાનતપ, તેથી તપસ્યા કરનારે જ્ઞાનની નિશ્રા લેવી પડે છે. બાકી નિશ્રા વગર છ માસ તપસ્યા કરે તે અજ્ઞાન તપસ્યા છે, પચ્ચખાણ લે એટલે જ્ઞાનીની આધિનતા છે. આધિનતા વગર અજ્ઞાન તપસ્યા છે. તમાચાર બાર પ્રકાર છે, પણ બારે પ્રકારને તપાચાર ગુરુની પરતંત્રવાળો છે. આ કારણથી પચ્ચકખાણ લેવાની જરૂરિયાત ગણું. પચ્ચકખાણ ગુરુ સાક્ષીએ લેવું. અનુવાદ કરોઃ આ પંચાત શા માટે ? તે કે સમ્યગ્રતપની રીતિ જ એ છે, માટે સમૃતપાચાર કર હોય તે જ્ઞાનની જરૂર.
વીર્યાચાર એ જ્ઞાન-દર્શનચારિત્ર-તપ સિવાય ચીજ જ નથી. એટલે દર્શનાચાર-ચારિત્રાચાર અને તપાચારની જડ વીર્યાચાર, અને એની જડ પણ જ્ઞાનાચાર. આ માટે શાસ્ત્રકારોએ આચારમાં પ્રથમ પગથિયું જ્ઞાનાચારનું જણાવ્યું. સમ્યગ્ગદર્શન તત્વાર્થની શ્રદ્ધા, જાણ્યા વગર ન થાય. પ્રતીતિએ જેટલું જાણે તેટલું પ્રતીતિ વિના ન જાણે. તે શ્રદ્ધા ન થાય. સંતપચારવાયાઆદિ પદ-દ્વારેથી દરેક તત્વને જાણે તેટલી શ્રદ્ધા તેમજ નવા નવ વર- આદિથી દર્શન કરાવનાર મોક્ષમાર્ગની પ્રવૃત્તિ દર્શનથી છે.