________________
૨૪૮
પર્વ મહિમા દર્શન હતી. આ કાળ હવે પલટા છે.
આજે એવી દશા છે કે સુપા દાન કરવાનું તે બાજુએ રહે, પણ ગમે ત્યાં ગમે તેવા ક્ષેત્રોમાં દાનને નામે લક્ષમીને વ્યય થાય છે. ખેડૂત જેમ સડી ગએલું બીજ ઉખર ભૂમિમાં વાવે છે, તે પ્રમાણે શ્રાવકે પાપકૃત્યથી મેળવેલે પૈસે ઉખર ભૂમિરૂપ અપાત્ર ક્ષેત્રમાં દાન ગણીને વાપરતા જશે. બુદ્ધિહીન ખેડૂત જેમ ઉખર ભૂમિમાં સડી ગએલું ધાન્ય બીજ સમજીને વાવે છે, અને તે વાવેલું નિષ્ફળ જાય છે, તે રીતે શ્રાવકોએ પણ અપાત્ર સ્થાને આપેલું દાન નિષ્ફળ જાય છે. હવે ઉખરમાં વાવતાં ધાન્યને એકાદ સારો દાણ સારા ક્ષેત્રને વિષે પડી જાય છે અને તેમાંથી રેપ ફૂટે છે. તે જ પ્રમાણે ધાન્યના દાણારૂપ કેઈસુદ્રવ્ય સારા ક્ષેત્રને વિષે પડી જશે, અર્થાત્ અપાશે દાન આપવાવાળા શ્રાવકે કઈ વખત સુપાત્રો પણ દાન આપશે એ એને ફળાદેશ છે. શિથિલાચારીઓ સત્કાર પામશે.
(૮) આઠમા સ્વપ્નમાં આગળ એવું જોવામાં આવે છે કે સારા અને સુશોભિત દેખાતા કુંભ-ઘડાઓ ખૂણામાં મૂકી રાખવામાં આવ્યા છે. આ ઘડાઓમાં સુંદર સ્વચ્છ અને શીતળ પાણી ભરેલું છે. તેને કશે વપરાશ થતું નથી, જ્યારે પેલા ભાંગ્યા તૂટ્યા ઘડાઓ વ્યવહારમાં વપરાય છે. આ સ્વપ્નને ફળાદેશ એ વર્ણવવામાં આવ્યું છે કે મનહર ચારિત્ર અને અખૂટ પવિત્રતાથી યુક્ત એવા પરમર્ષિઓ હશે જ; તેઓ સારા ઘડાનું પરિણામ પામશે. અર્થાત સારા અને સ્વચ્છ જળવાળા ઘડાઓ જેમ ખૂણામાં મૂકી રાખવામાં આવ્યા છે અને જેમ તેને કેઈ ભાવ નથી પૂછતું, તે જ રીતે સુચારિત્રવાળા સાધુઓને કોઈ ભાવ પૂછશે નહિ.
મતલબ કે જનતાને તેવા સૌભાગી આત્માઓની કશી જ પીછાણ થવાની નથી. ત્યારે બીજી બાજુએ જેમ ભાંગેલા ઘડાઓ વ્યવહારમાં વપરાય છે, તે રીતે જેમનું ચારિત્ર કલંકરહિત નથી એવા અર્થાત્ શિથિલાચારી સાધુઓ જ્યાં ત્યાં માન મેળવતા થશે. શિથિલાચારી સાધુઓ એ ભાંગેલા ઘડાને ફળાદેશ છે, એમ અહીં