________________
૨૪૬
પર્વ મહિમા દર્શ
ઉપર જવાનું ફળ, ટાંટીયે ભાંગી બેઠા !” આવી સ્થિતિ સમાજની. થઈ છે. આ સ્થિતિ શા કારણથી થઈ છે ?
તે વિચારીએ છીએ ત્યારે સ્પષટ માલમ પડી આવે છે કે આપણું જ પાપે આ દશા આવવા પામી છે. આજે તો સારા ધમી કુળનાને પણ જ્યાં જિનમંદિરે પણ ન હોય કે ઉપાશ્રય કે સાધર્મિક ન હોય એવા જંગલે કે પર્વત પર બંગલા બાંધીને ત્યાં રહેવાની ટેવ પડી છે. ગામમાં ઘર હોય તો છેવટે કાંઈ નહિ તે પણ શરમને ખાતર વ્યાખ્યાન શ્રવણ કરવા આવવું જ પડે, અને વ્યાખ્યાનમાં અવાય અને ત્યાં પચાસ વાત સાંભળવાની મળી, તે તેમાંથી એક વાત તો અવશ્ય યાદ રહી જાય છે, પણ આજે તે એ સ્થિતિના દર્શન થવા પણ દુર્લભ છે. બંગલાઓ અરણ્યમાં કિવા પર્વતના શિખર ઉપર હોય છે. હવે તે જ બંગલાઓમાંથી એક બંગલામાં જૈન રહેતું હોય તે એની પાસે જ મુસલમાનને બંગલે હેય, અને બીજી બાજુએ ખ્રિસ્તિને બંગલે હેય.
આવી સ્થિતિમાં સારા કુળમાં જન્મ્યા છતાં, શ્રાવકુળ મળવા છતાં, ધર્મના સારા સંસ્કાર નહિ જ પડવાના અને પછી પરિણામ વિપરિત અવશ્ય આવવાનું. ધાર્મિક જગતને જે સંસ્કાર હોય, ગામનું ધમી વાતાવરણ જે હોય તેની છાપ બહાર બંગલાવાસીઓ ઉપર પડવાની નથી. તેઓ તે દહેરે જવાની વૃત્તિવાળા થવા કરતાં કલબમાં જવાની જ પ્રબળ વૃત્તિવાળા થશે, અને પરિણામે શાસનને અપાર હાનિ થવા પામશે. હવે જેઓ ધર્મિષ્ઠ હશે તેઓ ગામ છોડીને ચાલ્યા જશે એટલે પછી પાછળ રહેલાની દશા ઉકરડામાં ઉગેલા કમલફૂલ જેવી થશે. ગામમાં રહેલાઓ ધર્મમાં તત્પર હશે, છતાં સંગતિષથી તેઓ ઉકરડાના કમળ કરતાં વધારે મહત્ત્વ મેળવી શકવાના નથી. ઉકરડામાં ઉગેલાં પઘકમળ.
(૭) સાતમા સ્વપ્નમાં ખરાબ સ્થાને ઉગેલું કમળ દેખાય છે. તેને ફળાદેશ એ છે, કે દેશમાં–ક્ષેત્રને વિષે કેટલાક અધમી આત્માઓ પણ અવશ્ય થવાના જ, પરંતુ દેશ સારે ન હોવાથી.