________________
૨૬૨
પર્વ મહિમા દર્શન ૧૫. અહંકારવાળાને ગણધર પદ આપનાર, રાગે રંગાએલાને ગુરુભક્તની પદવીએ પહોંચાડનાર અને વિખવાદના વમળમાં વહેતા ગૌતમને વિમળ કેવલલેક અર્પણ કરનાર શ્રમણ ભગવાન મહાવીર.
૧૬. જેમના નિર્વાણને દિવસે ચેડા મહારાજાના સામંત એવા અઢાર ગણરાજાઓએ પૌષધોપવાસ કર્યો હતો તે શ્રમણ ભગવાન મહાવીર.
૧૭. જેમના નિર્માણના દિવસને સમસ્ત જગતે દીપાવલિકા પર્વ તરીકે આરાધ્યું, આરાધે છે અને આરાધશે તે શ્રમણ ભગવાન મહાવીર.
આ વગેરે અનેક નવનવા વૃત્તાંતથી જેમનું જીવન ભરપૂર હતું એવા અનંત જ્ઞાનાદિ ગુણેએ યુક્ત શ્રમણ ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ દિવસરૂપી દીપાવલિકા પર્વનું આરાધન કરતાં દરેક ભવ્ય આત્માઓએ પોતાના જીવનને કૃતાર્થ ગણું જન્મને સફળ ગણ જોઈએ.
તા.ક.: મહાવીર મહારાજના જીવનની ગર્ભાપહાર, મેરુચલન વગેરે હકીકતને કર્મવીર કૃષ્ણના લેખકે જે અનુકરણ તરીકે જણાવી છે, તે તે ભગવંતનું ઘણું જ પાછલા સમયમાં બનવું અને મહાભારતમાં સમય સમય પર જુદા જુદા વધારા થવા એ વગેરે હકીકત
ખ્યાલમાં લીધા સિવાય જૈન આગમ અને જૈન શાસ્ત્રોને અન્યાય. કરનારું લખાણ થયું છે, તે કેઈપણ ભળે ખમી શકે નહિ તેવું છે.
ભગવાન ગૌતમસ્વામીજીનું કેવલજ્ઞાન
જૈન જનતામાં ભગવાન ત્રિલેકનાથ તીર્થકરેનાં કેવલજ્ઞાનને દિવસ કેવલજ્ઞાનકલ્યાણક તરીકે આરાધાય છે તેથી તે તે તીર્થંકરનાં તે તે કેવલજ્ઞાનનાં દિવસે શાસ્ત્રદ્વારા નિર્મિત કરેલા છે, અને તે જ પ્રમાણે આરાધવામાં પણ આવે છે, પરંતુ ભગવાન તીર્થકરોની માફક