________________
૨૫૦
પર્વ મહિમા દર્શન વખતે ગીતાર્થ સાધુએ શું કરશે તે જણાવવામાં આવ્યું છે. ગીતાર્થ સાધુએ આવી દશા જોઈને વિચારમાં પડી જશે કે હવે શું કરવું જોઈએ. ગીતાર્થો આવા સંગમાં એવું વર્તન રાખશે કે તેઓ પણ બીજા અવકનારાને ભેખધારી જેવા લાગશે અને હૃદયમાં જૈનશાસન પરત્વે અપૂર્વ પ્રેમ અને જૈનાચાર પરત્વે અખંડ પ્રીતિ હોવા છતાં તેઓ પર પણ સમાનતાએ વર્તન કરતા થશે. ગીતાર્થે આવી રીતે વર્તનારા થશે એ વાત ખરી, પરંતુ તે છતાં તેઓ હૃદયને ઠેકાણે રાખશે, અર્થાત્ સત્યમાર્ગને તેઓ વિસારી દેશે નહિ. આ વસ્તુ નીચેના ઉદાહરણ પરથી વધારે સારી રીતે સમજવામાં આવશે.
એક નગરમાં એક ડાહ્ય રાજા હતું, પરંતુ તેની પ્રજા સઘળી ગાંડીતુર બનેલી હતી. સઘળા લેક ગાંડાના જેવા વિવિધ ચાળા કરતા હતા. રાજાને બધું જોઈને મનમાંને મનમાં ભ થવા લાગે ! છેવટે બધા જ લોકે ગાંડાતુર જેવા બનેલા હતા અને બધા જ ગમે તેવા ચાળા કરતા હતા. એટલે રાજા ડાહ્યો હતો તે પણ ગાંડાના જેવા જ ચાળા કરનારો બની ગયે !
જેમ રાજા ડાહ્યો છતાં ગાંડાના જેવા ચાળા કરવા લાગે, તે જ રીતે પરમગીતાર્થો પણ હદયને ઠેકાણે રાખીને બીજાઓની માફક જ વર્તન કરવાવાળા થશે પરંતુ તેમનામાં અને બીજાઓમાં ફેરફાર એટલે હશે કે તેઓ સત્યને જાણવાવાળા અને જૈનમાર્ગને પીછાણવાવાળા જ હશે.
જેમ કુવૃષ્ટિથી નગરલકને ઘેલા દેખી રાજા રે, મંત્રી સહિત ઘેલા થઈ બેઠા, પણ મનમાંહે તારા રે
પૃથ્વીપુરી નામક કેઈ એક શહેરમાં પૂર્ણ નામને રાજા હતો અને સુબુદ્ધિ નામને તેને પ્રધાન હતું. પ્રધાન બુદ્ધિનિધાન હોય છે. પરંતુ તે છતાં તે રાજાને આધીન છે અને જાતે પરાધીન છે. આજે તમે જોશે તે આપણું આ પરમ પવિત્ર ભરતક્ષેત્રની આર્યોની આ સુંદર ભૂમિની-હિન્દુસ્તાનની પણ એવી જ દુર્દશા છે, હિન્દુસ્તાનમાં સમૃદ્ધિ અપાર છે, પરંતુ તે પરાધીન છે જ્યારે જગતના અન્ય રાજ્ય -અન્ય દેશે રિદ્ધિવાળા તેમ જ બુદ્ધિશાળી હોવાથી તેઓ સ્વતંત્ર છે.