________________
દીપાવલિકા પર્વને દિવ્ય મહિમા પણ સરખી જ છે, છતાં ત્રીજે અને ચોથે આરે અન્ય કેવલજ્ઞાનીઓ અને મન:પર્યાય આદિ જ્ઞાનવાળાના સમાગમને લીધે મેરુ સમાન હતું, પણ આ પાંચમે આરે તે અન્ય કેવલજ્ઞાની આદિના અભાવવાળે હોવાથી મરૂભૂમિ જે છે, માટે તે પાંચમા આરારૂપ મરૂભૂમિમાં આપની (ભગવાન જિનેશ્વરેની) મહેરબાનીરૂપ શાસનપ્રણાલિકારૂપ જે કલ્પવૃક્ષ તે અત્યંત વખાણવાલાયક છે, એટલે શાસનની આરાધના કરી મેલપંથે પ્રયાણ કરનારા માટે તો આ પાંચમે આરે કંઈ પણ પ્રકારે ઉપેક્ષા કરવા લાયક નથી, પણ અત્યંત અનુદવા લાયક છે. મેરૂમાં રહેલાં ક૯પવૃક્ષો કરતાં મારવાડમાં રહેલ કલ્પવૃક્ષ અત્યંત પ્રશંસાને પામે છે.
કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિજી
દીપાવલિકા પર્વને દિવ્ય મહિમા
વર્તમાન શાસનમાં વર્તતા વિચારવંત વિચક્ષણોને થએલી માર્ગ પ્રાપ્તિની ખાતર શ્રમણ ભગવાન મહાવીર મહારાજના મેક્ષકલ્યાણકને દીપાવલિકા પર્વનો દિવસ આરાધવા લાયક છે, અને વળી તે મહાપુરુષના ગુણગણની ઝળકતી કારકિર્દી વિચારનાર કોઈપણ મનુષ્યને દીપાવલિકા પવને દિવસ સજજનતાની ખાતર પણ આરાધવા લાયક જ છે. તેમના ગુણગણની અનંતતાને એક બાજુએ રાખી સામાન્ય દષ્ટિએ તેમના ચારિત્ર તરફ નજર કરીએ તે પણ તે મહાપકારી મહાવીર ભગવાનની આરાધના કરવા માટે દીપાવલિકા પર્વની આરાધનાની જરૂરીઆત ઝળકશે.
૧. જગતમાં પુત્રના લક્ષણ પારણામાંથી જણાય એમ કહી પુત્રના ભાવિ જીવનનું ભવિષ્ય પારણામાં જણાવવાનું ગણાય છે ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું ભાવિજીવન તેઓશ્રી માતાની કૂખે પધાર્યા