________________
દિવાળી મહાભ્ય અને સ્વપ્નને ફળાદેશ
૨૫૩ પશે એટલે તરતજ ગાંડા બનેલા લેકે પાછા પૂર્વવત્ ડાહ્યા બની બની જશે. જ્યોતિષીનું આવું ભવિષ્ય પેલા રાજા અને તેના પ્રધાન બંનેએ સાંભળી લીધું. પ્રધાન મહા બુદ્ધિશાળી હતે. રાજા કરતાં પ્રધાન વધારે બુદ્ધિશીલ હોય છે એ તે સામાન્ય વાત છે.
વારંવાર આપણે રાજ્યવ્યવહારમાં એ જ ઘટના જોઈ છે, કે રાજાની અનેક ભૂલે થતી હોય તે પણ તે ભૂલે સુદ્ધાં વજીરે સુધારી લે છે. એ જ પ્રમાણે આ ડાહ્યા પ્રધાને રાજાને કહ્યું કે “તમે લેકને એવી આજ્ઞા કરી દો કે એક મહિના પછી જે પર્જન્ય કુવૃષ્ટિ થશે, તેનું જળ કેઈએ પીવાનું નથી. એ જળ પીવાથી ઉન્માદ થશે માટે પ્રમાણમાં સંગ્રહ કરી લેવાનું છે.” રાજાની આજ્ઞા લેકે એ તરત જ માની લીધી, અને તેમણે યથાકાળે જે વરસાદ વરસે તે વરસાદનું જળ પીવું ન પડે તે માટે તે માટે સારું જળ પાત્રોમાં ભરી લીધું, અને કુવૃષ્ટિને છાંટો પણ પીવાના કાર્યમાં લીધે નહિ. રાજનીતિની મહત્તા.
જે જળથી ગાંડા થવાવાનું એવું ભવિષ્ય જણાવવામાં આવ્યું હતું તે જળ પીવું ન પડે એટલા માટે લેકેએ જળ સંગ્રહી લીધું હતું, પરંતુ આગળ જતાં એવું થયું કે સંગ્રહેલું પાણી ખૂટી ગયું. રાજા અને પ્રધાને સારા પાણીને સંગ્રહ પુષ્કળ કરી રાખેલું હતું, એટલે તેમને પાણીની તાણ ભાસે એમ ન હતું, પરંતુ બીજા સામતે, સરદાર એમણે વીસ, પચ્ચીસ દહાડા જેટલું પાણી સંગ્રહ કરી રાખ્યો હતે. અને સામાન્ય પ્રજાએ તે દશ બાર દિવસ ચાલે તેટલું જળ સંઘરી રાખેલું હતું, એટલે જેમ જેમ તેમનું સંઘરી રાખેલું પાણી ખૂટતું ગયું તેમ નવું પાણી પીતા ગયા. પરિણામ એ આવ્યું કે પહેલાં પ્રજા ગાંડી થઈ. પછી સામતે ગાંડા થયા, અને છેવટે તેઓ બધા ગાંડા ઘેલાના ચાળા કરવા લાગ્યા. અને તોફાન મચાવવા લાગી ગયા. આખા રાજની દશા જુઓ તે અત્યંત કરુણ બનેલી છે. પ્રજા ગાંડી છે, સરદારે સેનાપતિએ ગાંડાતુર બનેલા છે. બધા નાચકૂદ કરે છે, ગમે તેવા ચાળા ચસકા કરે છે અને નગરની દશા શેકપાત્ર બની રહી છે.
હવે દશા એવી આવી પહોંચે છે કે સુકા સાથે લીલું બળી