________________
દિવાળી મહામ્ય અને સ્વનિનો ફળાદેશ
૨૪૫ જોઈ પણ શકવાના નથી જ, પરંતુ જૈનમતરૂપી સિંહના શરીરમાં અંદર પાકેલા જીવડાઓ એટલે જૈનલિંગધારીઓ અને ભેખધારીએ શાસનની ખાનાખરાબી કરી નાખશે. ભેખધારીઓ શુદ્ધ બુદ્ધિવાળા નહિ હશે, છતાં પણ પહેલાને સારે પ્રભાવ પડેલે હોવાથી અન્ય મતવાળાઓ તેમની સામે પણ જોઈ શકવાના નથી.
अब्जाकरेलम्बुजानि सुगन्धीनीव देहिनः । धामिका न भविष्यन्ति सञ्जाताः सुकुलेष्वपि ॥४८|| अपि धर्मपरा भूत्वा भविष्यन्ति कुसङ्गतः । ग्रामावकरकोत्पन्नगर्दभाब्जवदन्यथा ॥४९॥ कुदेशे कुकुले जाता धर्मस्था अपि भाविमः। हीना इत्यनुपादेयाः पद्मस्वप्नफल यदः ॥५०॥
(૬) હવે આગળ ચાલતાં છઠ્ઠા સ્વપ્નમાં કમળનું વન દેખાય છે, પરંતુ તેમાં કમળ દેખાતું નથી. એને ફળાદેશ જોઈએ. એને ફળાદેશ એ છે કે ઊંચા કુળમાં જન્મવા છતાં પણ જીવે ધર્મથી શૂન્ય થવાના છે. બાપ ધર્મનિષ્ઠ હશે તે છોકરાં ધર્મમાં શૂન્ય જેવા પાકશે. જેમ દેવતાના બાળકે ધગધગતા અંગારા છે તેમ પિતાના પિતાના જેવા ધર્મનિષ્ઠ બાળકો થશે નહિ. પેઢી ઉતાર ધર્મ પ્રાયે નહિ રહે. લાલચોળ દેવતાના છોકરા કાળા કેયલા જેવા ધમના દીકરાઓ થશે. સુસંગતિ છેડવાનું દુષ્પરિણામ.
કેટલીક વખત ભવ્ય આત્માઓ સારા કુળમાં જન્મશે તે છતાં પણ તેમને સારી સબત, સારો ઉપદેશ, શ્રવણ કરવાની ઉત્કંઠા અને સારા સંસ્કારે પડેલા ન હોવાથી તેઓ પણ અધર્મને માર્ગે પ્રેરાશે. પહેલાં સ્થિતિ એ હતી કે ભવ્ય આત્માઓ તીર્થને માટે તે છે એમ માનતા હતા. તીર્થની સેવામાં જીવ આપવું હોય તે તે પણ કબુલ. પિતાના મરણથી જે તીર્થની રક્ષા થતી હોય તે સર્વસ્વના ભેગે પણ તીર્થરક્ષાની તમન્ના હતી. એ સ્થિતિ હવે રહી નથી રહેવાની નથી. લાલભાઈ શેઠ શિખરજી પરથી સરી પડયા ને પગ ભાંગ્યું, પણ પાછળ સંસર્ગ નથી તે કહે “, આ શિખરજી