________________
દિવાળી મહા અને સ્વપ્નોને ફળાદેશ
૨૩૯ પ્રવાહ એ રસ્તા પાછળ વહ્યો હતે, છતાં આજે એ દશા આવી છે કે તેમાંથી કેટલીક સંસ્થાઓ શાંતિ અને સેવા આપવાને બદલે અશાંતિ - આપે છે. આ
દીક્ષાની આખી હિલચાલને પ્રશ્ન આ સંસ્થાઓ સાથે જોડી દો અને પછી ફળને વિચાર કરે. આ વિદ્યાલયના પરિપાકરૂપ જેઓ - નીવડયા હતા, તેમણે જ વડોદરા રાજ્યને એમ સ્પષ્ટ લખી દીધું હતું કે “દીક્ષા બંધ કરવાના સંબંધમાં અમે કાંઈ કરી શકતા નથી. અમે અશક્ત છીએ, માટે તમે વચ્ચે પડે અને દીક્ષા બંધ કરો.” શાસનસેવકોએ એવા ઉન્માદીઓને કહ્યું કે “ભાઈઓ! તમે મોઢે સ્વરાજ અને સ્વતંત્રતાની તો વાત કરે છે, તો પછી જૈનધર્મની જે રહી સહી સ્વતંત્રતા છે તેને પણ રાજ્યને વચ્ચે નાખીને શા માટે લુંટાવી દો છો? તેના કરતાં તે આપણા વચ્ચે ધર્મના સિદ્ધાંતની વિચારણપૂર્વકની સમાધાન માટે વધારે અવકાશ છે !” તે કહે, “ના ! અમારે ધર્મનું એક બિંદુ પણ ન જોઈએ, અમારે તે રાજ્યને વચ્ચે નાખીને - જ કાર્ય કરવું છે.” સાધુઓને છ મહિનાની જેલ થાય એ વાતને * પણ તેમણે જ અપનાવી લીધી હતી. આ છે જેનેએ આપેલા ભેગનું ફળ.
દેવદ્રોહીઓને પડછાયે પણ નકામે છે.
હવે દયાથી દાન અથવા સુક્ષેત્રે દાન આપવાનું હોય તેમાં પણ આવી સંસ્થાઓને દાન આપી શકાય કે કેમ તે વિચારજો! આવી સંસ્થાને પિષવી એને અર્થ અનુભવે તે એ જ જણાવી દીધું છે કે શાસનના શત્રુઓ જ પેદા કરવા. આટલું જાણ્યા પછી કયે બુદ્ધિમાન માણસ હશે કે જે આવી સંસ્થાઓને દાન આપવાને પ્રેરાશે?
યાદ રાખજો કે ઓછી ક્રિયા કરવાવાળા હોય, ક્રિયા ન કરનારા હોય, તેવા આ શાસનને પાલવે છે, પરંતુ શાસનની વિરુદ્ધ બોલનારા, - શાસનની જડ ખેદનારા તેવા આ શાસનને પાલવે એમ નથી. મનુષ્ય પોતે પિતાના પૈસાને સ્વામી છે. તેમાંથી કેઈને સાધુને વહેરાવવાના કાર્યમાં દ્રવ્યવ્યય કરવાને ઉલ્લાસ થાય છે, તે કઈને સાધર્મિક વાત્સલ્યમાં દ્રવ્યવ્યય કરવાથી આનંદ-ઉલ્લાસ થાય છે ! છતાં આવી રીતે