________________
દિવાળી મહાગ્ય અને સ્વપ્નને ફળાદેશ
૨૩૭
જે એ મર્મોને આપણે સમજી શક્યા હોત તો આપણા મુખમાંથી આવા શબ્દો ઉચ્ચાર સરખે પણ નીકળી શકત નહિ. દયાથી દાન આપવાનું કેઈ અસ્વીકાર કરતું નથી. દયાથી દાનનું કાર્ય પણ કરણીય છે એમ તે બધા માને છે. પરંતુ ભક્તિક્ષેત્રના ભેગે દયાથી દાન કરણીય છે એવું શાસ્ત્રકારોએ કદી પણ માન્યું નથી અને એવું તેઓ માની શકે એમ પણ નથી.
શાસ્ત્રકારે તે સ્પષ્ટ રીતિએ એમ જણાવે છે કે સુક્ષેત્રે એટલે સાત ક્ષેત્રોમાં જે દાન દેવાય છે તે દાન પરંપરાએ મોક્ષદેવાવાળું છે, ત્યારે હવે દયાને શે પ્રભાવ છે તે વાત વિચારી જોઈએ. દયા નિષ્ફળ નથી. દયાથી જે દાન થાય છે તે દાન ભવાંતરમાં રિદ્ધિ સિદ્ધિ આપનાર છે, એટલે ભવાંતરમાં જ એ દયાને છેડે આવી જાય, ત્યારે ભક્તિની. સ્થિતિ એવી છે કે તે મેક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ટકી શકે છે.
દયાના ભાવથી જે દાન થાય તેના પ્રભાવે બીજા ભવમાં રિદ્ધિ સિદ્ધિ મળે છે, પરંતુ તે રિદ્ધિ જોગવાઈ જાય છે એટલે દયાને પ્રભાવ ખલાસ થાય છે. ત્યારે બીજી બાજુએ મેક્ષ ભક્તિક્ષેત્રથી છે, હવે ભક્તિ કેવી હોઈ શકે છે તેને જરા ખ્યાલ કરજે. એક સાધારણ રમુજી ઉદાહરણ લે. સાધર્મિક વાત્સલ્ય એટલે સમાનધમભાઈની-જૈનધર્મપાળનારની ભક્તિ કરવી. કેઈપણ જૈનધર્મ પાળનારને દાન આપવું એ સાધર્મિક ભક્તિ છે. હવે કઈ શ્રાવક એવી દલીલ કરે કે, “મારી પત્ની પણ શ્રાવિકા છે, અને હું તેને પાળું છું એટલે સાધર્મિક ભક્તિ થઈ ગઈ. હવે મારે બીજાની ભક્તિની શી આવશ્યકતા છે?” મહાનુભાવો! હવે વિચાર કરે કે દલીલ કેટલી યેગ્ય છે? સાધર્મિક ભક્તિ એટલે શું ?
જેઓ આવું વચન બોલે છે તેઓ સ્વામિવાત્સલ્ય એટલે શું? તેની કશી કિંમત સમજતા નથી. જૈનધર્મની સેવા ભક્તિ કરવી એટલે. જ સ્વામિવાત્સલ્ય હેય, તે પછી સ્ત્રી અને પુત્રોને પિષવા એ સ્વામિવાત્સલ્ય શા માટે ન ગણી શકાય એવું પૂછનારાને પણ સંતોષકારક ખુલાસે તે આપવો જ રહ્યો. સાધર્મિકવાત્સલ્ય તે તેને કહી શકાય કે પિતાને સ્વાર્થ ન હોય એ રીતે નિઃસ્વાર્થપણે અને મેક્ષમાર્ગની.