________________
દિવાળી મહામ્ય અને સ્વપ્નને ફળાદેશ
૨૩૫
શાસનને પડદા તરીકે જ રાખે છે.
આવી મને વૃત્તિવાળાઓનું માનસ તમે સ્પષ્ટ રીતે સમજી શકશે. કે તેઓ માત્ર શાસનને પડદા તરીકે જ વાપરે છે, મદારી જેમ પ્રેક્ષકોને ભૂલાવામાં નાંખવા માટે પડદો વાપરે છે, પરંતુ અંદર–પડદામાં જાતજાતની નવીનતા, કૃત્રિમતા અને વિચિત્રતાને રચીને જ્યારે પડે ખેલે છે, ત્યારે સમાજને ચકિત બનાવી દે છે, તે જ પ્રમાણે શાસનને પડદા તરીકે વાપરવું છે પરંતુ મહત્ત્વ પિતાને આપી. શાસનને નામે પોતાની કાંઈ કાંઈ વાતે, વિરોધ વગેરે રજુ કરવું છે. પિતાની ભૂલ પિતે ભૂલી જાય છે અને બીજાની ભૂલ શોધી શોધી આગળ. કરવામાં આવે છે. પિતાની ભૂલ પર્વત જેટલી હોય તે પણ તે દેખાતી નથી, પરંતુ બીજાની ભૂલ રાઈ જેટલી હોય તો પણ તે પર્વત જેટલી લાંબી પહોળી કરીને દેખાડવામાં આવે છે. મદારીની માફક એ બધી માયા લીલાની આગળ પડદો રાખેલે હોય છે શાસનને !
શાસનના પડદાની નીચે સ્વાર્થ સધાય છે. આ સઘળું શા માટે થાય છે તેને હવે જરા વિચાર કરી લેજે. સઘળાનું કારણ એ જ છે. કે પહેલાં શાસનની સેવાનું ધ્યેય હતું, શાસનની ઉન્નતિનું જ ધ્યેય હતું, પછી એ કાર્ય ગમે તેને હાથે થાઓ, પણ શાસનઉન્નતિ થવી. જોઈએ એ વાત હતી. હવે એ ધ્યેય જ પલટાયું છે. શાસનની ઉન્નતિની. વાત નથી રહી, અને પિતાની જ પ્રશંસા-કીર્તાિની વાતને આગળ કરવામાં આવે છે. આ રીતે શાસનની સેવા થાય છે એ કેઈને. ખ્યાલ હોય તે તે ખોટો છે.
આ રીતે તે સાફ સાફ આત્માની અને શાસનની અવજ્ઞા જ થાય. છે. વાંદરે, તેની ચપળતા અને તેનું અડપલાપણું એ બધાને ફળાદેશ. એ કહેવાય છે કે હવેથી મેટે ભાગે શાસનની અવજ્ઞાનું કાર્ય થયા કરશે..
क्षीरद्रुतुल्या: सुक्षेत्र दातार: शासनार्चकाः । श्रावकास्ते तु रोत्स्यन्ते लिङ्गिभिवचनापरैः ॥३९।। तेषां च प्रतिभास्यन्ति सिंहसत्त्वभूतोऽपि हि । મઘર્ષય: સામે વિરમંતરામ | आदास्यन्ते सुविहितविहारक्षेत्रपद्धति । लिङ्गिनो बब्बूलसमा: क्षीरद्रुफलमीदृशम् ॥४१॥