________________
દિવાળી મહાગ્ય અને સ્વપ્નને ફળાદેશ
૩૩ શિખામણ આપશે. બંને ભાઈઓ સારી રીતે જાણે છે કે આવી રીતે આશ્વાસન આપવામાં કશી જ નવીનતા નથી. માત્ર એક સામાન્ય વસ્તુ છે છતાં પરસ્પર બંને એક બીજાની શિખામણને સાંભળી રહે છે. ત્યારે ધર્મમાં પરોગમુખ થએલાને કઈ શિખામણ દેવા જાય કે “અલ્યા! આઠ દહાડામાં એક દહાડે તે સામાયિક ઉપસાસ કર!” તે પેલે પ્રમાદી સામે ગાળો દેતે આવશે! “બસ! બેસ! હવે તું મોટે ભગતડે થઈ ગયે છે. જે ! પારકા છોકરાને જતિ બનાવવા આવે છે !”
હવે ખ્યાલ કરો કે ધર્મમાં દઢ રહેવાની શિખામણ પણ ન સાંભળી શકનારે પ્રમાદી વધારે બુદ્ધિશીલ છે, કે પેલી દુઃખ બાયડીઓ કે જે પરસ્પરનું આશ્વાસન સાંભળી લે છે તે સ્ત્રીઓ વધારે બુદ્ધિશાળી છે? શહેરનો મનુષ્ય શીખેલે ભણેલે જ્ઞાનવાળ હોય, અને તે ગામડામાં જઈને અભણ ગામડીઆઓને શહેરની સમૃદ્ધિની કિંવા વૈજ્ઞાનિક ચમત્કારની વાત કરશે તે તે વાતનું હાર્દ જાણવાનું તે બાજુ રહ્યું, પરંતુ ઉલટા ગામડીઆઓ પિલા શહેરીને જ હસવા મંડી જાય છે, એ જ રીતે અપ્રમાદી પ્રમાદીને શિખામણ આપવા જશે તે પ્રમાદી અપ્રમાદીની જ મશ્કરી કરવા નીકળશે. આપણું એટલું સોનું અને પારકું એટલું પિત્તળ
શ્રીમાન ભદ્રગુપ્તસૂરિજીને સ્વપ્ન આવ્યું હતું ત્યારની સંઘની સ્થિતિ પ્રવચન જેવી હતી, તે પલટાઈ જવાની, તેથી ફળાદેશ જણાવવામાં આવ્યા છે. પહેલાં શાસનમાં સઘળાની સ્થિતિ પરમ પવિત્રપ્રવચન જેવી હતી. દરેકના અંતરમાં ભાવના એ હતી કે “શાસન મારું છે અને હું શાસન છું. શાસનની ઉન્નતિ કરવી એ મારે ધર્મ છે, મારી ફરજ છે.” તે સ્થિતિ હવેથી પલટાશે. એ સ્થિતિ ગૌણતાને ધારણ કરશે, એ વ્યક્તિ પોતે પિતાને મહત્તા આપી પિતાની સ્થિતિને આગળ કરશે.
અત્યાર સુધી મહત્તા શાસનની હતી, અને તે તેના એક સેગટા જેવું હતું. હવે મહત્તા પિતાની આગળ કરશે અને શાસનને
એક સોગટી માફક રાખશે. “શાસન ? શાસન? શાસનસેવા” એવા - શબ્દોચ્ચાર મેઢેથી કાઢશે ખરા, પણ મહત્ત્વ તે પિતાને જ આપશે