________________
ર૩ર
પર્વ મહિમા દર્શન લેવાનું નથી. કેઈ કઈ એવા પણ થશે કે જેઓ ધર્મમાં અને ધર્મકાર્યોમાં જ દઢ ઉદ્યમવાળા હશે. અને અપ્રમાદપણે શાસનસેવા એ જ તેમનું ધ્યેય હશે; છતાં ઉપરનું જે લક્ષણ કહ્યું છે તે સામાન્યપણે સમજવાનું છે.
શાસ્ત્રકારોએ તે “જિનપન્નતં તત્ત” એવું સ્પષ્ટ રીતે કહ્યું છે. શાસકારોએ ચોથમલનું સમકિત એમ કહ્યું જ નથી છતાં સ્થાનકવાસી સંપ્રદાય ચેમિલનું સમકિત સ્વીકારે છે ! શાસ્ત્રોના શબ્દ શબ્દને વફાદાર રહેવાનો જૈન સાધુનો ધર્મ છે. જૈનશાસનને રક્ષણહાર તે જૈન સાધુ છે. આટલું છતાં જૈન સાધુ થઈને શાસ્ત્ર ન કહેલા શાસ્ત્રના અર્થો કરવા, એ તે મહાભયાનક પાપ છે; એટલું જ નહિ પરંતુ ચારિત્ર અંગીકાર કરતી વખતે શાસનને વફાદાર રહેવાની પ્રતિજ્ઞાને તેથી લેપ થાય છે. પણ તેઓ તેની દરકાર રાખતા નથી એ મહાખેદજનક છે. આ સ્થિતિમાં કોઈ સુધારનારા અથવા કઈ શિખામણ દેવાવાળા પણ સાંપડશે નહીં. આ સઘળે સ્વપ્નમાં દેખાએલી વાંદરાની ચંચળતાને ફળાદેશ છે. વ્યવહારમાં કબૂલ પણ ધર્મમાં કબૂલ છે?
વળી વાંદરાની ચંચળતા ઉપરાંત તેની અડપલાં કરવાની વૃત્તિને ફળાદેશ એ છે, કે એવી જ ચંચળતા માણસો પણ ધારણ કરશે. કેટલાક છે અનાદિના સંસ્કારને લીધે-કર્મસંગોને લીધે ધર્મકાર્ય પરત્વે પ્રમાદવાળા હોય છે. આવા પ્રમાદવાળાને જેમનામાં ધર્મના સંસ્કારે જાગૃત હોય છે તેઓ શિખામણ આપે છે, કે “ભાઈ! અત્યારે ગમે તેટલું સુખ હેય પણ જગત તે અસાર છે. સંસાર આજે છે પણ કાલે નથી. ધન, પુત્ર, કલત્ર, યૌવન, આબરૂ સાગરની ભરતી ને એટ જેવા છે. મળે છે ને ચાલ્યા જાય છે! પ્રાપ્ત થાય છે અને નષ્ટ પણ થાય છે, માટે સઘળું છેડીને ધર્મ પ્રવૃત્તિમાં દઢ થાઓ તે ઠીક!”
આવી શિખામણ કાંઈ એકલા ધર્મકાર્યમાં જ દેવાય છે એવું નથી, પરંતુ વ્યવહારમાં પણ એમ જ થાય છે. એક સ્થળે મૃત્યુ થયું હિય તે પાડેશની બાઈ જઈને જ્યાં મૃત્યુ થયું હોય તેમને શિખામણ આપશે. આશ્વાસનના બે શબ્દો કહેશે અને ધીરજ આપશે. વળી એ ધીરજ આપનારીને ત્યાં મરણ થશે તે વળી પેલી બાઈ આવીને એને