________________
૨૩૮
આ પર્વ મહિમા દર્શન બુદ્ધિથી સાધર્મિકની જે કાંઈ સેવા થાય છે તે જ સાધર્મિક વાત્સલ્ય છે. અન્ય રીતે જેને પિષવા તે સાધમિક વાત્સલ્ય નથી જ. શેઠ જૈન નકર રાખી તેને બાર રૂપિયાનો પગાર આપી, સવાર સાંજ દાળ, ભાત, શાક આપતે હેય તે શેઠ સ્વામિવાત્સલ્ય કરે છે એમ નહિ જ કહી શકાય. વ્રતધારીઓમાં તીવ્રતા મંદતા ભલે હોય, પરંતુ ભક્તિ કરનારાઓએ તે માત્ર એટલું જ જોવાનું છે કે જેની તે સેવા કરે છે તે પોતાને જૈન કહેવડાવતો હોય એટલે બસ છે. જેને ગણધરભગવાનને વંદના કરવી હોય તે ગણધર ભગવાનને પણ વંદના કરી શકે છે.
જે આત્માને જે બાજુએ ધર્મસેવા કરનારને ઉલ્લાસ થાય તેને તે માર્ગે ધર્મસેવા કરવાની છૂટ છે. શાસન આવી છૂટ આપે છે, પરંતુ જગતમાં દેવદ્રવ્યને ભેગે જેને પિતાની પેટપૂજા કરવી છે, તેઓ તો સાધર્મિક વાત્સલ્ય ઉપર પણ પિકેટિંગ કરવા તૈયાર થાય છે. પૈસે ખરચનારને પિતાને છે, તેને એ પૈસા પિતાની ઈચ્છા પ્રમાણે ધર્મમાગે વાળવે છે, પરંતુ તે છતાં ત્રીજા માણસને એમાં દખલગીરી કરવાનો પિતાને હકક જણાવે છે. આવા શઠાનંદોને એટલું જ કહેવું કે
મહાનુભા! તમે જરા ધર્મમાં રહી તે બતાવે ! ધર્મ એ શી ચીજ છે તે જરા સમજો તો ખરા ! પણ એ પેકેટિંગની પાઘડી પહેરી ફરનારા કેણ છે તેને તમે કદી ખ્યાલ કર્યો છે?
આ ભાઈઓ આપણી બેદરકારીને પરિણામે સંસ્કારહીન થયેલા નામધારી જૈને છે કે જેમને વિદ્યા આપીને તમે જ તૈયાર કર્યા છે. વિદ્યાલયે પાછળ છેલ્લાં ચાલીસ વર્ષ સુધી સતત પરિશ્રમ કરનાર કોણ હતા? એ સંસ્થાને ધનથી પિષનારા કોણ હતા? ત્યાં ભણનારાઓ માટે બેડિ ગે બંધાવી દેનાર કેણ હતા? તમે તમારા કરાને માટે પૈસા ખર્ચા ન હતા. તેમને કપડાં લત્તાનું ઠેકાણું ન હતું, પરંતુ તે છતાં પણ તમે તમારી ફરજ વિચારીને, તમારે ધર્મ સમજીને એ સંસ્થાઓને હજારો રૂપિયા આપ્યા હતા, પરંતુ એ સઘળી સંસ્થાઓનું આજ ચાળીસ વર્ષે સરવૈયું તપાસશો તે જણાઈ આવશે કે તમારા એ વિદ્યાલય શાસનની સામાં પડ્યાં છે. ચાળીસ વર્ષને સતત પરિશ્રમ અને પૈસે સંઘને વપરાય હતે, સંઘના દાનને