________________
(૧૮૬
પર્વ મહિમા દર્શન
લડવા તૈયાર છીએ; આપણું સ્થિતિ કઈ છે? ઠેસ વાગે તે પથ્થર ફેડવા તૈયાર છીએ. ક્ષમાધર્મ કયાં રહ્યો છે તે તપાસ! ક્ષાંતિની જગ્યાએ આપણે કાન્તિમાં પડ્યા. આપણને પલટાવવા એ લેકેની રમત છે. પાડોશીનું ઘર બળતું હોય તે બેડાં ચડાવીએ કે ઉંબાડીયા મૂકાય?
ક્ષતિ ધર્મવાળાને ઈન્દ્ર પણ ન પલટવે, કાન્તિવાળાને વાયરો ય પલટાવે. ક્રોધને કણિયો હોય જ નહિ. શ્રમણ ભગવાન, ત્રણ લેકના નાથ, જેને ઈંદ્રાદિક સેવામાં હાજર છે એવાને, દેવદેવેન્દ્રોથી પરિવરેલ તેવા ભગવાનનો એક વખત શિષ્ય ગૌશાળે કાશ્યપ કહી જાય છે કાશ્યપ એ હજામનું રૂઢ નામ છે. તમને આવી રીતે કહેનારા મળે તે શું કહે ? “મને કેમ કહ્યું ? ભગવાન કહે છે કે “એને અજ્ઞાનતાને ઉદય છે, એની ઝુંપડી બળી રહી છે. પાડોશીનું ઘર બળતું દેખીએ તે બેડાં ચડાવીએ કે ઉંબાડીયા મૂકાય ? તે વખતે બેડાં ભરીને નંખાય, ઉંબાડીયાં ન નંખાય. સમતાનાં બેડાં તૈયાર રાખ! તેનું ઘર સળગ્યું ને મારે ઘેર આગ ન લાગે તે ઠીક ન કહેવાય.
ત્રિલોકનાથ ઈન્દ્રાદિકને પણ પૂજ્ય એવાને ગોશાળે તું તાં કરી જાય છે. બીજા સાધુઓને બે લતા બંધ કરે છે, તે અહીં સમતાની સેર વહેવડાવે છે. કેઈ સાધુએ ક્રોધ કર્યો હોય અને પૂછે કે “કોઈ કેમ કર્યો?” તે શું કહે ? “ભાઈ! હું તે ભણતો હતો, એણે મને નકામે કોશ કરાવ્યું, બીજાનું બહાનું નક:મુ કાઢે છે. તારે શું કરવા આંખ ઊંચી કરવી પડી? જે શ્રમણધર્મમાં લીન હોય તે તારે આંખ ઊંચી કરવાની જરૂર નથી.
કઈ ગામમાં આપણું માલમિલકત હોય, અને ત્યાં આગ લગી, સાંભળીએ, ત્યારે “જે બચ્યું એ બાપનું” એમ માનીએ છીએ. તેમ જગતમાં અજ્ઞાની છે તે કોઈ માનાદિએ ભરેલા જીવે છે, જગતમાં આગ લગાડી રહ્યા છે, તેમાંથી બન્યાની બળતરા ન ગણું, પણ બચ્ચાને ફાયદે ગણ! અજ્ઞાની જીવે શું ન કરે ! ગાળ દધી તેથી કંઈગૂમડાં થતાં નથી, તે લતે હતું અને તેને ગાળ દીધી, તે તને ગૂમડું થઈ ગયું ? ના. જ્યારે ગૂમડું નથી થયું, તે પછી ચકમક કેમ કરી? વગર