________________
અન્તિમ દેશના
૨૨૧ પુરુષાર્થ મોક્ષ મેળવવાના સાધનરૂપ પુરુષાર્થને અવશ્યમેવ માને છે. મોક્ષપુરુષાર્થ તે એ કે ફળે તે ફળે, મળે તે મળે પછી કદી ટળે નહિ, તેમાં લેશ પણ ઉણપ આવે નહિ. ચાંલા બે પ્રકારના કેશર કંકુના તથા કાજલના. તેમ અર્થ, કામ પણ કહેવાય પુરુષાર્થ. અર્થ અને કામ એ બે પુરુષાર્થ કાજલના ચાંલ્લા જેવા છે, જેને હાલા હોય તે ગ્રહણ કરે, પણ શાસ્ત્રકાર તે એ બેને હેય જ કહે છે. અરે, ત્યાં સુધી કહે છે કે તે નામ માત્ર “અર્થ છે કિન્તુ “અનર્થ છે. પરમ અર્થ તો મેક્ષ જ છે, અને તેના સાધન સ્વરૂપે અર્થ ધર્મ જ છે.
એક વકીલ જરા ભાંગ વગેરે પીને આવેલે. તે ન્યાયાધીશ પાસે દલીલ કરતાં પોતાના અસીલને બદલે પ્રતિપક્ષના લાભની દલીલબાજી કરવા વાગે. દેઢ કલાક વાણી પ્રવાહ ચાલુ રહ્યો. વકીલ જરા પંકાતે હતા, એટલે આશ્ચર્ય વચ્ચે ન્યાયાધીશે પણ ધૈર્યથી શ્રવણ કર્યું. એના અસીલે એક ચીઠ્ઠી લખી મોકલી, તે વાંચતાં વકીલને ભાન આવ્યું અને તેણે બાજી પલડી. તેણે એવી ગુલાંટ મારી, “માઈ લેર્ડ, આટલે લાંબો વખત મેં આપને લીધે છે તે મારા અસીલના લાભ માટે જરૂરી છે, કેમકે પ્રતિપક્ષને વકીલ આ બધી દલીલે આપની પાસે રજુ કરવાને જ, પણ તે ઉચિત નથી, કેમકે એમ કહીને તેના પ્રતિકાર રૂપ પાછું અસીલના લાભમાં પિતાનું વક્તવ્ય શરૂ કર્યું. આચાર્ય મહારાજ ભવ્યાત્માઓને આ રીતિએ ગુલાંટ મારવાનું, દષ્ટિ ફેરવવાનું ફરમાવે છે. મેક્ષ જોઈએ તે સાધન ધમ આચરે જ છૂટકે !
મેક્ષ પુરુષાર્થ કાંઈ ઘાટવાળો નથી. તમે તેના માટે ઉદ્યમ કરે કે ન કરો, તે પણ તે તે જે સ્વરૂપે છે તે જ સ્વરૂપ છે અને રહેવાનો. મેક્ષ એ ક્રિયાને વિષય નથી, મનને, કેવલ મનને વિષય છે. અજવાળું સારું છે, પ્રકાશ આપે છે, હોરે તથા પથ્થર અલગ રૂપે બતાવે છે, સાપ કે વીંછી બતાવે છે, ખાડે, ટેકરે કે સીધી જમીન દેખાડે છે, પણ તે અજવાળું કથળે, ઘડે કે ગાડે લેવાય? નહિ. અજવાળું જેઓને સારું લાગતું હોય તેઓએ અજવાળાનાં સાધને મેળવવાં જોઈએ. મેક્ષની પણ ઈચ્છા હોય તે તેના સાધનેને હસ્તગત કર્યું જ છૂટકે. મેક્ષ પ્રાપ્તિનું પરમ સાધન ધર્મ છે, અને મોક્ષ એ આત્માનું સ્વીય સ્વરૂપ-સદંત્તર વિશુદ્ધ સ્વરૂપ માત્ર છે. એ ધર્મ પ્રાપ્ત થાય ત્યારે