________________
દિવાળી મહાગ્ય અને સ્વનેને ફળાદેશ
૨૨૫
શક્તા નથી. સૂર્ય અને સૂર્યને પ્રકાશ જેમ ભિન્ન હોઈ શકે નહિ, તે જ પ્રમાણે પુણ્યપાળ અને શાસન પણ જુદા હોઈ શકે નહિ. જે શાસનની સ્થિતિ છે તે જ સ્થિતિ પુણ્યપાળની છે, અને પુણ્યપાળને જે સ્થિતિ છે તે જ સ્થિતિ શાસનની છે. એટલા જ માટે શાસનાધીશ વજસ્વામી, ભદ્રગુપ્તસ્વામી જે શાસનના માલિક છે, તેમને સ્વપ્નાં આવ્યાં છે તેને ફલાદેશ શાસનને લાગુ પડે છે, શાસનાધીશ, શાસન અને ચતુર્વિધ સંઘ કેવા એકતાર છે, એકબીજામાં કેવા તદરૂપ છે, એ સઘળું આ ઉદાહરણ ઉપરથી જણાઈ આવે છે.
હવે તમે વિચાર કરે કે આપણે “શાસન શાસન” બેલીએ છીએ પરંતુ શાસન એ શું છે? શાસન એ કાંઈ દશ્યમાન વસ્તુ નથી, એને પૂરેપૂરો ખ્યાલ રાખજે. શાસન મારું, હું શાસનને
શાસન એ તે એક અવ્યક્ત–ન દેખાય એવી વસ્તુ છે. શાસનનું જે સ્વરૂપ વ્યકત છે, તે આચાર્ય ભગવાન દ્વારા સમજી શકાય છે અન્ય રીતે નહિ. તે જ પ્રમાણે પુણ્યપાળ રાજાની પણ એવી જ સ્થિતિ હોવી જોઈએ કે જે પુણ્ય પાળનાં સ્વમાં છે તે શાસનનાં સ્વમાં છે. ભગવાન શ્રીભદ્રગુપ્તનું જીવન સર્વસ્વ શું હતું તે પહેલાં સમજી લેવું જોઈએ. ઘર, રાજ્ય, રિદ્ધિ સિદ્ધિ, એમાંનું કાંઈ પણ એમના અંતરમાં વસેલું ન હતું, એમના અંતરમાં એટલું જ વસેલું હતું કે “શાસન મારું છે, અને હું શાસન છું.” એટલા જ માટે તેમને આવેલા સ્વપ્નનો ફલાદેશ શાસનને લાગુ પાડવામાં આવ્યો છે. ત્યારે હવે વિચારો કે એ રીતે આજના જૈનેનાં સ્વપ્નાં પણ માટે શાસનને લાગુ પાડી શકતાં નથી, કારણ એ છે કે આજે આપણે શાસન સાથે તેટલી એકલતાનતા સાધી શક્યા નથી, એનો અર્થ એ નથી કે આજે દેવગુરુની આરાધના નથી થતી, આજે પણ દેવ, ગુરુ અને ધર્મની આરાધના તે થાય છે, પરંતુ એ સઘળું ફુરસદના કામ તરીકે થાય છે. અહીં તમારી દશા પિલા હઠીલા કણબી જેવી છે. મહાજન મારા માબાપ, પણ મારી ખીંટી તે ન ખસે,
એક કણબી હતું. તેણે પોતાના ખેતરની હદ નક્કી કરતાં ૧૫.