________________
દિવાળી મહામ્ય અને સ્વનેનો ફલાદેશ
રર૩ હજારો વર્ષ પૂર્વે કહેવાયેલું સ્વપ્નફળ આજે સાચું પડે છે. દુષમકાળને દુષ્ટ પ્રભાવ. પરિણામેની ચંચળતા. સુક્ષેત્રે આપેલું દાન ઉત્તમ છે. પાખંડી પૂજાશે અને ગીતાર્થો વિસારાશે, છતાંએ અન્યદર્શનેને મુકાબલે જૈનમત સિંહ સમાન છે અને રહેશે.
શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના કલ્યાણને માટે ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર નામના ગ્રંથની રચના કરતા થકાં તીર્થંકરદેવ, શ્રી મહાવીર ભગવાનના ચારિત્રના લગભગ છેલલા ભાગમાં જણાવે છે, કે ભગવાન મહાવીરદેવનું નિર્વાણ જે સમયે સાંભળવામાં આવ્યું હતું, તે સમયે જનતામાં હાહાકાર વર્તાય ન હતું કે રડારોળ મચી જવા પામી ન હતી. વિચાર કરજે કે “મહાવીર” એટલે નામના જ મહાવીર નહિ, પરંતુ અપૂર્વ આત્મબળવાળા ખરેખરા મહાવીર. તે ભગવાન મહાવીર જેમનો શબ્દ ઝીલી લેવાની લાખ લોકેની તૈયારી હતી, જેમની દયાવર્ષાથી સંસારસાગરના પશુ પક્ષીઓને અભયતા મળી હતી. પરંતુ તે છતું જે સમયે તેમના નિર્વાણને પ્રસંગ આવે છે, ત્યારે લેકે ચતુર્વિધ સંઘ પૌષધ કરે છે, ઉપવાસ કરે છે, અને ભગવાન શ્રી મહાવીરદેવની અમૃત વરસતી દેશના શ્રવણ કરે છે. જૈનેતર આર્યોના પૂજ્ય પુરુષોના મૃત્યુને માટે તેમના સાહિત્યમાં જુઓ તો જોઈએ તેટલાં શેકનાં વચનો મળી આવે છે. ખ્રિસ્તિ પેગંબરના મરણ માટે ખ્રિસ્તિઓએ પણ આનંદ નથી માન્ય, મુસલમાનોના પેગંબરનું મેત એને પણ મુસલમાને આનંદને અવસર માનતા નથી, ત્યારે જૈનદર્શન આરાધનાવાળું મૃત્યુ એને પરમાનંદ ગણે છે. મૃત્યુને એ આનંદ કેને?
મહાપુરુષનું મૃત્યુ એને પરમાનંદ ગણવાનું કારણ શું! અને બીજાએ એ પ્રસંગે શક કરે છે એનું કારણ શું ? આ પ્રશ્ન તમારા હૃદયમાં વિચારી જુઓ ! એટલે તમને માલમ પડી આવશે કે અન્યદર્શનમાં અને જૈનદર્શનમાં શું તફાવત છે?
બીજાં શાસ્ત્રો એમ માને છે કે ભવસંબંધ સારો છે, માટે ત્યાં જ્યારે તેમના માન્યપુરૂષના ભવસંબંધને ત્યાગ થાય છે. ત્યારે રડારોળ