________________
૨૨૨
પર્વ મહિમા દર્શન મોક્ષને સાધી શકાય. ધર્મ પિતાને જ્યાં સુધી વહાલ ન લાગે ત્યાં સુધી મોક્ષ થાય નહિ. સંસારથી તારનાર ધમના સંયમાદિ દશ પ્રકાર.
આ મગનભાઈ, આ છગનભાઈ, આ મણિભાઈ એ ખરું, પણ મનુષ્યત્વ બધામાં વ્યાપક છે, તેમ ધર્મ પોતે જુદે જુદે પદાર્થ નથી, પણ પ્રકારે પ્રકારે વ્યાપક છે. મેક્ષના સાધનરૂપ ધર્મના સંયમાદિ દશ ભેદે છે.
કઈ કહેશે કે “અનુકંપા તથા માર્ગોનુસારપણાથી પણ ધર્મ તે કહેવાય છે ને? વાત ખરી, પણ અહીં પગથિયા રૂપ ધર્મની વાતને પ્રસંગ નથી. પુણ્ય લક્ષણ ધર્મની, સ્વર્ગ આપનાર ધર્મની અહીં વાત નથી, પણ સંસાર સમુદ્રથી તાનનાર, મેક્ષ આપનાર ધર્મની આ દેશના, ભગવાનની છેલ્લી દેશના શ્રી મહાવીર દેવ શ્રીમુખે, શ્રીસકલ સંઘને, તેવા ધર્મના દશ ભેદ જણાવે છે.
જે ભવ્યાત્મા પુરુષ કે સ્ત્રી, બાલક કે યુવાન આ પ્રકારે સમજી સંયમાદિ દશ પ્રકારના ધર્મને આરાધશે, તે ઉત્તરોત્તર આ ભવ પરભવ કલ્યાણ મંગલિકની માળાને ધારણ કરી પ્રાંતે શિવરમણની વરમાળા,
એ શાશ્વત મંગલમાળાને ધારણ કરશે, એટલે કે મોક્ષ સુખમાં બિરાજમાન થશે.
દિવાળી મહાસ્ય અને સ્વપ્નોને ફલાદેશ.
स्वामिन् स्वप्ना मयाधाष्टौ दृष्टास्तत्र गज: कपिः। क्षीरवः काकसि हाब्जकुम्भा इमे क्रमात् ॥३०॥ तदाख्याहि फल तेषां भीतोऽस्मि भगवन्नह । इदि पृष्टो जगन्नाथो व्याचकारेति तत्फलम् ॥ ३१ ॥ विवेकवन्तो भूत्वापि हस्तितुल्या अतः परं । વાત થાવા દુધાઃ ક્ષદિરે ગૃહે || રૂર ||.
(ષિ, પર્વ ૨૦, તે શરૂ)