________________
દિવાળી પર્વ વ્યાખ્યાન
૧૯૫
કરે તે સાધુ બીજું શું કરશે? કુસંપ કરી શું કરશે ? અરીસો તૈયાર કરી નાકકટ્ટાના હાથમાં આપવાને? દેવતા તમને તીર્થ સ્વાધીન કરી આપે પછી સ્વાધીન તે તમને જ કરવાને. એ તે ચક્કસ છે કે નિર્માલ્યના હાથમાં આવેલે નેકલેસ–મેતીને હાર નિર્માલ્યનું નખેદ વાળે.” જે દેવતા સિદ્ધ હોય તે ધર્મનું એક કાર્ય ન થાય પણ કર્મના કોડે કામ થાય. ધર્મના માટે કષાય કરવાની મનાઈ છે, પણ ધર્મની કિંમત હોય તેનાથી રહેવાય નહિ. માનું અડપલું કર્યું હોય, તે મા બેટાને જવા દે–કહે, પણ દીકરાથી રહેવાય નહિ. ધર્મની કિંમત હેાય તેનાથી ઝળક્યા વગર રહેવાય નહિ. શિવજી લાલનને સંઘ બહાર મૂકયા, અમુક સાધુઓએ નિર્દોષ જાહેર કર્યા. મને પૂછયું નહિ? તારા સરખા ભાડૂતને પૂછવાનું? તે વખતે ચેલેંજ તે કેમ ન કરી? તારા મતે જ તું શાસનને ભાડૂત છે.
માથામાં ટીપણું ઘાલી આવ્યું તે બાઈએ તે બેઠી જ છે, ખ્યાલ રાખવાની જરૂર છે કે ભૂત-ભવિષ્યના જ્ઞાનથી જે દેરવાયા છે તે ખત્તા ખાશે. કેઈ આબુના, તે કઈ ઠાણના ભવિષ્યવાદી થાય છે, પેલે કહે મારે અંબાજી હાજર થાય છે. તે કઈ કહે મને ચકકેશ્વરી હાજર થાય છે. પણ દેવતાનું આવવું ઘણે ભાગે થવાનું જ નહિ. ભલે દેવતા ન આવે, પણ વિદ્યા તે હશેને? એવી વિદ્યા પણ ઘણે ભાગે થવાની નહિ. ફલાણા મહારાજ વચન સિદ્વિવાળા છે. તે તે ધૂતી ખાનારા છે. વિદ્યાસિદ્ધિ, દેવતા સાક્ષાત્ ન આવે, ભૂત ભવિષ્યનું જ્ઞાન ન હોય, પણ માંહોમાંહે પ્રીતિવાળા હોય, તે સાક્ષાત્ ન આવે પણ વરદાન તે આપે ને ? દેવતાના વરદાન પણ ઘણે ભાગે નહિ હોય. હવે સાધુ આચારમાં વર્તાશે કેવી રીતે? શાસન ૨૫ હજાર વર્ષ રહેવાનું તે શાસનમાં વર્તવાવાળા કઈ સ્થિતિએ વર્તશે? તે સ્થિતિ તેમ જ સૂર્ય-ચંદ્ર, ધરતી વગેરેને અંગેને અધિકાર અગ્રે વર્તમાન................