________________
૧૯૪
પર્વ મહિમા દર્શન જૈનશાસનમાં એક વસ્તુ ચોક્કસ રાખી કહે છે કે હિંસામાં નહિ માને, ધર્મના બહાને હિંસામાં નહિ ઉતરે. અન્યમતિઓ જાનવરને હેમવાને વ્હાને આટલા જાનવર માર, સ્વર્ગ મળશે, એમ કહી ધર્મનાં બહાને પાપમાં પ્રવૃત્તિ કરાવશે. કૂવાઓ ખણવશે, તળાવો ખણાવશે, અન્ય મતના ધર્મગુરુઓ કૂવા તળાવની ટીપ લઈ ફરશે અને “મારી જિંદગીમાં મેં એક ધર્મનું કાર્ય કર્યું એમ વિચારી જિંદગી સફળ માનશે. માંસ ખવડાવે તે ધર્મ ગણવે કે નહિ? ગીધડ ધરાય છે તો કસાઈને ધર્મ ખરે કે નહિ? માટે વ્યવહારને વ્યવહાર રૂપ ગણે પણ ધર્મરૂપ ન ગણો. ધર્મનું રૂપક અપાય તે પાપ છે. સાધુ તે મૌન રહે, કહે કે દુનિયાદારીથી તું જાણે.
भूयभविस्सत्थेसु य विन्नाणं देवयावयारो वा। विजा सिद्धी य वरा बाहुल्लेण न होहिंति ॥ ८॥
મનુષ્યની પ્રવૃત્તિની ઉથલપાથલને અંગે જણાવ્યું. એ બધા યે સામાન્ય પ્રવૃત્તિમાં રહેલાને અંગે જણાવ્યું. સાધકે જણાવ્યા પછી સિધિની સ્થિતિ ચેથામાં હતી, પાંચમામાં કયું આંતરૂં છે? ઘણું ભાગે આ ચીજ બનશે જ નહિ.
કઈ ચીજ? ભૂતકાળના અને ભવિષ્યકાળના અર્થોનું જ્ઞાન. લડાઈમાં જોષીનાં ટીપણાં તળાવમાં ધેવાઈ ગયાં. ૧૩ની સાલમાં કેઈએ લડાઈનું નામ પણ લખ્યું નથી આવા ગ્રહ ભેળા થયા છે, એમ લડાઈ શરૂ થયા પછી બધાયે કહ્યું છે. ૧૮-૧૯ની સાલ પછી ફલાણે મહિને આમ ફલાણે મહિને આમ થશે, એમ ચાલ્યા કરે છે, વર્તારાઓ મોટા મોટાએ કાઢયા. તિલકની ને ગાંધીની બાબતમાં, લડાઈની બાબતમાં વર્તારે કાઢ, એકે સાચા ન પડયા. મૂર્ણા મળે ત્યાં બંદા શું કરવા ચૂકે ? ભૂતભવિષ્યના અર્થોનું જ્ઞાન ઘણે ભાગે નહિ, કેઈક ને જ થાય. દેવતા સિદ્ધ થાય તે ધર્મનાં કાર્યો કેટલો થાય? - દેવતાનું આવવું થવાનું નહિ, દેવતાને પ્રમત્ત દશા છે, માટે વિષયમાં જ પ્રવર્તે. છ કાયને કુટે છોડીને નીકળેલા અણગારે કયાં ઊંઘી ગયા? અણગારો જાગ્યા હતા તે બસ છે. સિદ્ધાચલ બંધ થવાને હતા ત્યારે બધા એકઠા કેમ ન થયા? તીથને અંગે સંપ નહિ