________________
ચરમ-શાસનપતિ-શ્રીમહાવીર દેવની (૨) અન્તિમ દેશના
(દીપાલિકાપવ) अर्थस्तु मोक्ष एवैको धर्म स्तस्य च कारणम् । संयमादिर्दशविधः,
संसाराभ्माधितारण : ॥ १ ॥ (त्रि० प० स० १३ श्लो० २६) સુખની ઇચ્છાને અંગે મતભેદાદને અવકાશ જ નથી. આ કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રની રચના કરતાં દશમા પર્વમાં ભગવાન શ્રીમહાવીરદેવની રચનામાં તેમની છેલ્લી દેશનાનું નિરૂપણ કરે છે. શ્રી મહાવીરદેવે કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રાપ્ત કર્યું. પિતાની મોક્ષની સ્થિતિ નિયત કરી. “મેક્ષ જ શાશ્વત્ સુખનું ધામ છે અને તે ધર્મથી સાધ્ય છે. એ છેલ્લે ઢંઢરે, છેલ્લે સંદેશે, છેલ્લી શિખામણ જે કહે છે, એ તારક દેવાધિદેવે સકલ સંઘને જણાવ્યું. પંચાવન કલ્યાણવિપાકના અધ્યયને, પંચાવન પાપવિપાકના અધ્યયને, છત્રીશ અપૃષ્ટપ્રશ્નો જે કહ્યાં તે દેશના નહિ, પણ તે નિરૂપણ કહેવાય. બારે પર્ષદા વચ્ચે, સમવસરણમાં બિરાજમાન થઈને જે કહેવાય તે દેશના અને સામાન્યથી સમુદાય સમક્ષ જે કહેવાય તે કથન. એ દેશનામાં ભગવાને જે કહ્યું, જે આદેશ કર્યો, જે ઢંઢરે જાહેર ર્યો તેને કલિકાલ સર્વજ્ઞ ભગવાન ભવ્યાત્માઓના હિતાર્થે પ્રકાશે છે.
દરેક જવાની ઈચ્છા, ધારણા, મરથ, પ્રાર્થના ભિન્ન ભિન્ન હોય છે. ઈછાદિકમાં દરેક જીની મતિ વહેંચાઈ ગઈ છે. એક વસ્તુ મતભેદ વગરની છે અને તે સુખ”. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપર્યત, નારકીથી દેવતાપર્યત કઈ જીવ એ નથી કે જેને સુખની કામના (ઈરછા) ન હોય. દરેક ગતિમાંના જીવને, દરેક જાતિમાંના જીવન, જીવ માત્રને, ઈચ્છા માત્ર સુખની જ છે. સુખની ઈચ્છાને અંગે મતભેદ કે સાધ્યભેદને અવકાશ જ નથી. આત્મીયસુખ તથા પૌગલિકસુખ વચ્ચે
આકાશ જમીનનું અંતર છે. દરેક જીવ સુખ ઈરછે છે એ વાત ખરી પણ એ શબ્દ માત્રથી. જ્યાં.