________________
૨૧૮
પર્વ મહિમા દર્શન
વારમાં પ્રસ્વેદ છૂટી જાય અને એ જ શાલિભદ્ર અંગ્નિથી ધખધખતી શિલા ઉપર અનશન કરે! આ છો સુખને લાત પણ મારી શકતા હતા. તેઓ સુખના સ્વામી હતા, સેવક નહતા. ધન્નાજી જેવાએ વાત માત્રમાં “કહેવું તે સહેલું, કરનારને ખબર પડે કે કેટલું મુશ્કેલ !” આટલું પિતાની પ્રિયતમાના (શાલિભદ્રની બહેનના) મુખે સાંભળવા માત્રમાં સંસારને પરિત્યાગ કર્યો, સંયમ લીધું, પાળ્યું, અને અનશન કરી સદ્ગતિ સાધી. તાત્પર્ય કે તેઓ સુખને ભોગવતા હતા. આજે તમને સુખ ભેગવે છે.
રેજ શાક ખાવાને ટેવાયેલા તમને દશ તિથિ શાકને ત્યાગ કરે પડે તેમાં મેટી મૂંઝવણ! ખાવું ન ભાવે ! શાક વિના ગળે ન ઉતરે, લૂખું ગળે અટકે, આયંબિલ ન થાય, આ દશા ! કહે, ખેરાકને તમે ખાઓ છો કે ખોરાક તમને ખાય છે? જે ખોરાકને ખાય તેને આ ન ભાવે, આ ભાવે, આયંબિલ ન થાય, એવું ન હોય. એવું જેને થાય તેની ગણતરી ખેરાકથી ખવાયેલામાં ગણાય. હવે પિતાની સ્થિતિ પતે જ વિચારી લે કે, પૌગલિક સુખને અંગે પણ તમે સુખ ભોગવે છે કે સુખ તમને ભગવે છે? તમે ખોરાક ખાઓ છે કે ખોરાક તમને ખાય છે?
જેઓ સુખને ભેગવનારા છે, તેઓ સુખ આવે ત્યારે વિવેકપૂર્વક ભોગવી શકે છે, પિતાની ઈચ્છા અનુસાર એને બાજુએ ખસેડી પણ શકે છે. અને સુખ ચાલ્યું જાય કે ન્યૂન થાય તે તેને તે માટે એરત થતું નથી. જેઓ ખોરાકને પિતે ખાનારા છે, તેને કદી “આ ન ભાવે એવું થતું નથી, જે પ્રસંગે જે મળ્યું તે ગળે ઉતરે જ, પછી તે ચેપડ્યું હોય કે લખ્યું હોય, એ આત્મા ષટુરસ ભેજન જેવા આનંદથી જમે તેથી અધિક આનંદથી આયંબિલ પણ કરી શકે. જે બિચારાએ સુખથી ભગવાય છે, તેઓ સામાન્ય સુખમાં પણ છટકી જાય છે, અને જરા ઓછું થતાં હાયર્વાય કરવા મંડી પડે છે અને દુઃખ આવે ત્યારે તે માથાં ફેડે છે ! જે પામરે “આ તે નથી ભાવતું, લખું ખાતાં ગળે અટકે છે એવું કહે છે, તેવાઓ ખોરાકથી ખવાયેલા સમજવા.