________________
- ૨૧૩
અતિમ દેશના સુખના સ્વરૂપની વાત આવે ત્યાં ભેદ પડી જાય છે. શબ્દથી તે જેમ ઝવેરી હર ઈચ્છે છે, તેમ બાળક પણ હીરે ઈચછે છે, પણ ઝવેરી જે હીરો ઈચ્છે છે તેમાં તથા બાળક જે હીરાની ઈચ્છા રાખે તેમાં મહાન અંતર છે. બાળકની પાસે વીંટીમનું નંગ રાખે (હીરે રાખે) અને સુમરના કાચનું લેલક રાખે છે તે બાળક હીરે માનીને તેને લેશે? પેલા નંગને નહિ અડે પણ કાચના લેલકને જ પકડશે. જેમ ઝવેરી હીરાને ગરજુ છે, તેમ બાળક પણ છે, પરંતુ તે બાલ્યવયવશાત્, હીરાના સ્વરૂપને જાણતા નથી, સમજતો નથી, તે જ રીતિએ તમામ જીવે સુખના અથ છે. દુઃખના અથ કઈ નથી, આટલું છતાં સુખના સ્વરૂપને સમજનાર વર્ગ અલ્પ છે. સુખ બે પ્રકારનું છે. એક આત્માનું સ્વાભાવિક (ઘરનું) સુખ અને બીજું પગલિક (બહારથી મેળવેલું કૃત્રિમ,) સુખ. જેમ કાચના લેલક તથા ખાણના હીરા વચ્ચે રાતદિવસને ફરક છે, તેમ આત્મીય સુખ એટલે સ્વાભાવિક સુખ તથા પૌગલિકસુખ એટલે કૃત્રિમ સુખ વચ્ચે આકાશ જમીનનું અંતર છે. સિદ્ધોનું સુખ
કયું સુખ ઈરછવું એ જ પ્રશ્ન મહત્ત્વ છે. એક વખત અલ્પ હોય તે પણ પ્રારૂ મનુષ્ય તે સ્વાભાવિક સુખની જ ઈચ્છા કરે; કૃત્રિમ સુખની ઈચ્છા કરે નહિ. મેક્ષનું સુખ તે કેટલું છે? શાસ્ત્રકારે એનું પ્રમાણ આ રીતે બતાવે છે કે આ જગતમાં વધારેમાં વધારે સુખ અનુત્તર વિમાનમાં ગણાય છે. અનાદિ કાલના અતીત કાલમાં અનુત્તર વિમાનના અનંત દેવાએ જે સુખ ભેગવ્યું, વર્તમાનમાં જે ભગવે છે, અનાગતકાળે દેવે જે સુખ ભેગવશે તે બધાને એકઠું કરીએ અને તેને અનંતી વખત વર્ગ કરીએ તે, અને સિદ્ધ પરમાત્માના એક સમયના સુખને અર્ધા ભાગે કરતા જઈએ તે તે સુખથી પણ પેલું અનંતાવર્ગવાળું સુખ અનંતમા ભાગે છે. (શિ સ્થિ माणुसाणं त सोक्खणवि य सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं अव्वाबाहं उवगयाण ॥१३॥ जं देवाण सेोक्खं सव्वध्दापिडियं अणंतगुणं । ण य पावइ मुत्तिसुहं णताहि बग्गवग्गृहि ॥१४॥ सिद्धम्स सुहा रासी सव्व द्धापिंडिओ जइ हवेजा ! सेोऽणंतवग्गभइओ सव्वागासे ण माएज्जा પાલાાં io go ૨૬૬)