________________
૨૦૦
પર્વ મહિમા દર્શન પણ એને હજુ શાસ્ત્રમાંથી કાઢી બતાવે. એક લખ્યું છે, તે મિચ્છામિ દુક્કડં દે છે. હવે મિથ્યાત્વી માન ? ઉન્માર્ગની દેશના માર્ગ ખંડન કરે છે. છતાં અણાભેગથી અનુપગથી જૂઠાની શ્રદ્ધા થાય તેટલા માત્રથી મિથ્યાત્વ કડી શકાય નહિ. ચક્ખા શબ્દમાં કહ્યું.
અનુપગ અને અજ્ઞાનમાં ફરક શું ?
અજ્ઞાનમાં જાણ્યું ન હોય અને અનુપયોગમાં પ્રથમ જાણ્યું હોય, પછી ભૂલી ગયા હોય. અજ્ઞાનમાં બોલવાને હકક નથી, અનાગ કરતાં પણ અજ્ઞાન વધારે ખરાબ છે. અજ્ઞાન હોય ત્યાં બોલવાને હક્ક નથી, પણ સમ્યગદષ્ટિ હોય, શાસ્ત્ર માનતે હેય, શાસ્ત્રની વાત સત્ય માનતે હોય, તે અનુપગમાં જાય છે?
આનંદશ્રાવકે પોતાના અવધિજ્ઞાનથી જણાવ્યું, શ્રી ગૌતમસ્વામિજીએ તેને ખોટું કહ્યું, તે શ્રી ગૌતમસ્વામિજીએ ખેટાને મિચ્છામિ દુક્કડં દીધે, તે તેમને શામાં મૂકવાં ? આનંદને કહ્યું, તારું જુઠું છે, માફી માગ.” પણ આનંદનું સર્વાંશે સાચું હતું, ત્યાં ગૌતમ સ્વામિજીને મિચ્છામિ દુકકડ દેવે પડે. તો અનુપયોગે સાચાથી જૂઠું કહેવાઈ જાય, ત્યાં સુધી મિથ્યાત્વની છાપ આપી શકાય નહિ.
આ ઉપરથી આપણું મુખમાં મિથ્યાત્વ શબ્દ બહુ ભરેલો હોય છે, લગીર આવ્યું કે મિથ્યાત્વી, પણ તે છાપ દેતાં બહુ વિચારવાનું છે, ભવ્ય અભવ્યની છાપ દેવાની તાકાત સર્વજ્ઞની છે, તે મિથ્યાત્વની કે સમ્યક્ત્વની છાપ આપણાથી કેમ અપાય ? અવધિજ્ઞાનવાળા, ભક્તિમાં લીન એવા ઈદ્રો પણ પિતાના આત્માના નિર્ણય માટે ભગવાન પાસે આવી છે પૂછે. આત્માની પરિણતિ અવધિજ્ઞાનથી ન જણાય. આપણા અધ્યવસાયને આપણે નિર્ણય કરાવાની તાકાતવાળા નથી, મિથ્યાત્વની છાપ મારવી તે આત્માને ભારે પડનારી ચીજ છે.
આનંદશ્રાવક તમારા જેવા ન થયા કે જેથી શ્રી ગૌતમસ્વામિજીને મિથ્યાત્વી વગેરે બિરૂદ ન આપ્યાં. પિતે જે પ્રત્યક્ષ જોયું તેની શ્રી ગૌતમસ્વામિજી ના પાડે છે. તે વખતે આનંદ શ્રાવકને પારે કેટલો ચડે.જોઈએ ? કદાચ કહેશે કે આ હકીક્તની તકરાર છે, પણ હકીકતની તકરાર નથી. ગૃહસ્થને થાય જ નહિ; એમ શ્રી ગૌતમ સ્વામિજીએ કહ્યું. મુદ્દાની તકરાર થઈ તેને નથી થયું એમ નથી કહ્યું, ગૃહસ્થની જાતને તેટલું જ્ઞાન ન થાય, શ્રાવકને આવું અવધિજ્ઞાન