________________
અઠાઈ વ્યાખ્યાન
૨૭
પણ તે આંગણેય ન આવે. એ કયા શબ્દો ? “ફુરસદ નથી! દુનિયાના દરેક કામમાં તમને કુરસદ મળે પછી તે ધંધાનું હોય, લગ્નનું હેય, મરણનું હોય, કેઈ સાજામાંદાને જોવાનું હોયઃ વ્યવસાય વધારે હોય, તે પણ ફુરસદ મેળવાય અને સામાયિકની વાત આવે, તે “કુરસદ નથી!” પૂજાની વાત આવેતે, “ફુરસદ નથી!” પ્રતિક્રમણની કે દર્શનની કે કોઈપણ ધર્મકાર્યની વાત આવે તે તમે ગેખી રાખ્યું છે કે “ફુરસદ નથી!” તમે ધર્મને ફુરસદીઓ રાખે! આ નાગે જવાબ સાંભળી ધર્મ આંગણેય આવે ખરો? કુરસદ નથી.
મહાનુભાવો! પણ ધર્મ સમજે છે કે મેડહાઉસમાંના દરદીના બેલ્યા સામે ડેકટરથી જોવાય નહિ. અને જુએ તે તે ડેકટર નહિ. ડેકટર સમજે છે કે બિચારે વાયુગ્રસ્ત છે એટલે દરદી કહે કે “ખબરદાર ! અંદર આવવું નહિ!” તે પણ ડેકટર એની લવરીને લક્ષ્યમાં લે નહિ તેથી એની ઓરડીમાં જાય અને ઉપચાર પણ કરે.
ધર્મ પણ સમજે છે કે આ જીવે બિચારા મોહમદિરાના નશાથી છાકટા બનેલા છે તેથી આ ભામટે જવાબ આપે છે. “ફરસદ નથી એમ કેઈને કહેવાય ખરૂં ? કેટલું અપમાન! અને તમે તે વારંવાર એ જ કહો એ ધર્મનું એઠું અપમાન ? પણ ધન્વતરિધર્મ તમારા બકવાદને લક્ષમાં લેતું નથી. જે એ એવું લક્ષમાં લે તે જેમ પેલે દીવાનાના બકવાદને લક્ષમાં લે તે તે ડોકટર જ નહિ તેમ અહીં પણ મોહમદિરાથી ઉન્માદવશ બનેલાના પ્રજલ્પવાદને લક્ષમાં લે તો તે ધર્મ જ નહિ. શિક્ષકનું રાજીનામું સ્વીકારાયું.
પેલા શિક્ષકનું દષ્ટાંત મનનીય છે. એક કેદ્યાધિપતિ શેઠ પિતાના પુત્રને કેળવવા ઘેર એક શિક્ષક રાખે. શિક્ષક માટેને તમામ પ્રબંધ શેઠે પિતાના ખર્ચે જ કરી દીધું. રહેવાને સ્થાનમાં બંગલે આપે, ખાનપાન પણ ત્યાં, વસ્ત્રાદિની ફીકર પણ શેઠને, તબિયત બગડે તે ઔષધની વ્યવસ્થા પણ ત્યાં જ તાત્પર્ય કે શિક્ષકના જીવનને એટલું નિશ્ચિત બનાવ્યું કે જેથી તે પોતાના પુત્રને સારી રીતે કેળવી શકે, જેથી પિતાને પુત્ર વાસ્તવિક કેળવણું સહેલાઈથી મેળવી શકે.