________________
અંતિમ-દેશના વ્યાખ્યાન
૨૦)
તે નારકીને જીવ હોય, ચાહે તો દેવતાનો જીવ હોય પણ જીવ માત્રને ઈચ્છા સુખની છે. (જે પણ વિચાચા કુતાણા - पडिकूला अप्पियवहां पियंजीषिणो जोविउकामा, आचा०, उत्त० नेमिo. go ૨૨૮ સ વિ૦) એમાં લેશ પણ મતભેદ નથી, કેઈ જીવ દુઃખની ઈચ્છા કરતું નથી, સૌ સુખ જ વાંછે છે. દરેકના પ્રયત્ન, ધર્માધર્મ, વૃત્તિપ્રવૃત્તિ જે કહો તે સુખને જ માટે છે. સુખ મળે, ન મળો તે વાત જુદી છે પણ ઈચ્છા અને આચરણ સુખની, સુખ માટેની છે. આ એક મતિ માત્ર શબ્દમાં દશ્યમાન છે.
પદાર્થની વાત એટલે કે સ્વરૂપની વાત આવે ત્યાં મતિમાં ભેદે પડી જાય છે. દેશને આઝાદી મળે, આબાદી મળે એમાં તમામ નેતાઓ એક મત છે પણ આઝાદી કોને કહેવી ત્યાં મતભેદ. તે જ રીતે જીવમાત્રને સુખની ઇચ્છા છે એ વાત ભેદ વિનાની છે, પણ સુખ કેને કહેવું ત્યાં મતભેદ, કેટલાક આત્માના સ્વાભાવિક સુખને ઈચ્છે છે, જ્યારે કેટલાક છે પૌગલિક સુખને ઈચ્છે છે. જેને એક વર્ગ પગલિક સુખને ઈચ્છે છે એટલે કે કામને ઈચ્છે છે. ઇંદ્રિનાં સુખને ઈચ્છે છે, તેને અંગે સ્વર્ગાદિ ઈચ્છે છે. જીવને એક વર્ગ આત્માના સુખને એટલે કે મેક્ષને ઈચ્છે છે. આ પ્રકારે ઈચ્છા જેમ ભિન્ન છે તેમ તેના રસ્તાઓ પણ ભિન્ન છે. રસ્તે જુદો તેમ તેની ગાડી પણ જૂદી, એક માર્ગની ગાડી બીજા ભાગને કામ ન લાગે. સાધ્યના જુદાપણાને અંગે સાધને પણ જુદાં જ હોય. અથ કઈ ધારણાએ પેદા કરાય છે?
મેક્ષનું સાધન ધર્મ છે, જ્યારે કામનું સાધન અર્થ છે. કદાચ કઈ કહે કે “અર્થને માત્ર કામનું સાધન કેમ કહે છે ? ધર્મનું પણ સાધન છે કેમકે દેરાસરે, પૂજા, પ્રતિષ્ઠા, પ્રભાવના, તીર્થયાત્રા, સંઘ ભકિત, સ્વામિવાત્સલ્ય, ધર્મ મહોત્સ વગેરે અર્થથી જ થાય છે. અર્થથી ધર્મનાં કાર્યો થાય એ વાત ખરી, પણ અર્થ પેદા કરતી વખતે ધારણ કઈ છે ? તમે શાક લેવા જાઓ છો ત્યારે દી'ટા, છેતરાં પણ સાથે જ આવે છે ને ! તમે કાંઈ દટાં, છોતરાં લેવા ગયા નથી પણ એ સાથે આવે જ, પરંતુ મુખ્ય મુદ્દો તો શાક લેવાનો છે તેમ અર્થ પેદા કરતી વખતે લાગણી કરી છે તે તપાસો! પૂજા, પ્રભાવનાદિની