________________
૨૦૬
પર્વ મહિમા દર્શન મનવૃત્તિ છે કે સંગ્રહની, લેભની, પરિગ્રહની તીવ્રવૃત્તિ છે. અર્થે પાર્જનની પ્રવૃત્તિ વખતે વૃત્તિ કઈ છે.
જે પોતાને દ્રવ્યની જરૂર ન હોય અને ધર્મ માટે જ કમાતા છે તે તે ધર્મ તેમ કરવાની ના કહે છે, કેમકે ધર્મ એટલે ઈચ્છાને ત્યાગ. ધર્મ માટે પૈસા પેદા કરવા એટલે તે જાણી જોઈને કચરામાં પગ મૂકો અને પછી પગ જોવા બેસવું તેના જેવું છે. પૈસે શું ધર્મ સંસ્થાને આપી દેવા મેળવે છે? પૈસા કમાવાને હેતુ ધન, ઈજજત, સાહ્યબી વગેરે વધારવા તથા વારસદારને આપી જવાનો છે ને! પેદા કરેલા, સંચય કરેલા અર્થમાંથી સદુપયેગ કરી શકાય એ ખરું પણ ત્યાગના પરિણામ હોય તે દ્રવ્યને સદુપયોગ થઈ શકે. ધમને વારે કયારે રાખ્યો ?
જે ત્યાગના પરિણામ ન હોય તે ત્યાંય દેવત્તરમંદિર જેવું થાય. કલકત્તા તરફ એ રિવાજ છે. ત્યાં દેવાલય કરાવે તે તેની આવકમાંથી કુટુંબ નભે એવું ધોરણ પણ છે. દેત્તર એટલા માટે કે ઘરધણને વેચવાની કે લેણદારને ટાંચની સત્તા નહિ. આપણે મુ એ છે કે ધન ધર્મ માટે કમાવાનું નથી. ધર્મ એમ પણ કરવાની ના કહે છે.
કમાયેલા ધનમાંથી ધર્મ થઈ શકે જરૂર, પણ ઘરમાં ચૂલો સળગાવવાનું કાર્ય કાંઈ ભિખારી, માગણ વગેરે માટે થતું નથી. ચૂલે તે ઘરનાને ભેજન માટે રસેઈ કરવા સળગાવાય છે. રસેઈ થાય, ખવાય, ઢળતાં ફેડતાં બચે અને સૂઝે તે ભિખારીના ભાગ્યમાં સમજવું, તેમ અહીં પણ કમાવાય, ઘરના ખાનપાન મેજશેખના ખરચા કઢાય, વસ્ત્રાપાત્ર, ફનીચર, અલંકારાદિ વસાવાય, ફેશનનની ફીશીઆરીને પહોંચી વળાય અને બચે અને સૂઝે તે ધર્મમાં પણ આપવું પડશે એમ થાય, એમ થાય તો અપાય. રસઈમાં ભિખારીને વારે છેલ્લો રાખે, તેમ અહીં પણ છેલ્લે જ રાખ્યો છે! ધર્મને અંગે વિચાર કયારે થાય છે? શરીર, કુટુંબ, નાત, જાત, ઈજજત વગેરે તમામને અંગે વિચારે પ્રથમ સૌ છેલે વિચાર ધર્મને માટે? મેડહાઉસના દરદીના બોલ્યા સામે ડેકટરે જુએ નહિ,
ધર્મ અમૂર્ત છે, મૂર્તિમાન નથી’તથા મહેર ધરાવનાર છે એટલે તમે જે શબ્દો, ધર્મને અંગે દરેક પ્રસંગે વાપરે છે તે તે ખમે છે; નહિ તે તમારા શબ્દો જોતાં તે ઉંબરે અને ઘરમાં તે શું