________________
દિવાળી પર્વ વ્યાખ્યાન
૧૯૩ લાયકવાળાનાં ફળ નહિ મળે. મહુડાના પાણીએ શીરામાં મીઠાશ આવે, લેટમાં મહુડાનું પાણી નાખી શીરે બનાવીએ તે સાકર જેવી મીઠાશ ન આવે. મેર નાગે થઈ કળા કરે, નાટક બતાવે, શાસ્ત્રકાર શું કરે? શાસ્ત્રવિધિ બતાવે છે. સૂર્યનું કામ અજવાળું કરવાનું, તેમ પ્રથમ હિસાબ ચેકબા કરે, અન્યાયની રકમ લાગે તે માલિકને મેંપી દે, તે પહોંચાડે એટલેથી પણ ચોપડા ચેકખા થતા નથી, પણ સંઘને ભેળે કરી જણાવે, અને કહે કે “મને માલમ પડેલ છે, ત્યાં સુધી મારી મિલક્ત મેં ચેકખી કરી છે, પણ મારી ધ્યાન બહાર કંઈ હોય ને તે લક્ષમી આ ધર્મકાર્યમાં ખરચાય તે તેનું ફળ તે રકમવાળાને. તેનું ફળ હું લેવા માગતો નથી, તે ધર્મ કરતી વખતે દુનિયાદારીમાં થતાં પાપ ધોવાનાં છે ધર્મ કરતી વખતે જે પાપ કરે તે ? લેહીથી ખરડાયેલું કપડું લેહીથી ધોઈએ તે કેટલું સાફ થાય? ધમનાં બહાને પાપ કરનારા અત્યંત મૂઢમતિ
દુષમકાળમાં મૂઢમતિઓ એવા થશે કે ધર્મને બહાના નીચે ધર્મના નામે પાપ કરશે. બાઈ હોય, ડચકાં ખાતી હોય, મિલકત હોય, કાયદેસર વારસો બીજાને થવાને હેય, તે વીલ ઊભું કરે, ધર્માદામાં નાખી દેવડાવે, પણ તે ધર્મના નામે પાપ છે, શાહુકારી શેરી છે. ડેસીને ભાન ન હોય પછી વીલ કરે તે, ભાઈ વારસ વગરનો હોય, મરતે હોય ત્યારે દસ્તાવેજ ઊભો કરે. બાઈ–ભાઈને ભાન પણ ન હેય, તેને અંગૂઠે શાહીમાં બળાવી વીલ કરાવે. સદુપયેાગ ભાવ ચીજ છે. આને ધર્મ ન ગણે ! પાપને પાપ રૂ૫ માને ! ધર્મના હાને પાપ કરવામાં આવે તેને મૂઢ ન કહેતાં અત્યન્ત મૂઢમતિ કહેવાય. “કરશે પાપ માનશે ધમ” તેને અંગે રાજી થઈ અનુમોદન કરશે. કાકી પાસે કાળું કરાવ્યું, ભત્રીજા લડવા આવે, વીલ વંચાવી દે તે ભત્રીજાનું કંઈ પણ ન ચાલે, કાકી જાણતી યે નથી, તેમ પ્રશ્ન અંગત સ્વાર્થને પણ નથી, ધર્મ ચેરીપાટ વહાણે ચલાવવા માટે પણ નથી, જુઠી સાક્ષી પુરવા માટે યે નથી—“તારી સાક્ષી તે પુરું પણ જે પાંજરાપોળમાં ૧૦૦ રૂ. આપે તે આમ કરું, ધર્મના ન્હાને પાપ કરનારા અત્યંત મૂઢ મતિવાળા છે.