________________
અષ્ટાનિકા પ્રવચન-૩ તૃતીય દિન-દેશના
પૌષધોપવાસ અથ વહિપુ વૌષધો દે ત્યાદ-શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન વિજયલમીસૂરિ મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ઉપદેશપ્રાસાદ નામના ગ્રન્થને રચતાં થકાં શ્રાવકના બારવ્રતને અંગે કથન કર્યા પછી હવે જણાવે છે કે સામાયિકાદિ શિક્ષાત્ર ધારણ કર્યા હોય તેમણે અંતમુહૂર્ત, કે એક પહોર આદિ રાત્રિ દિવસની પ્રવૃત્તિ તે હેય પણ લાગલગાટ આરાધવા માટે અષ્ટાહ્નિકાપર્વ છે. દુષમકાલ છે ! પ્રતિમાન કર્યા વિના દીક્ષિત ન થઈ શકે તેવો નિયમ નથી. જે એવો નિયમ માનીએ તે જરા વિચારી જુઓ, એટલે ભાગ સિદ્ધ થયો છે તેને અસંખ્યાતમો ભાગ દેશવિરતિ વિનાને જ હોય છે. “સંયમન તુન વૃer” (માથo હરિogo રૂદારૂ)તે તે મેળ કેમ મળે?
દેશવિરતિ વિના સર્વવિરતિ હેય નહિ એવો નિયમ કરાય નહિ. ચારિત્ર સાથે પણ સમ્યક્ત્વ હોય તે કેટલીક વખત ચારિત્ર પહેલાં પણ સમ્યક્ત્વ હોય; તે કહે, પેલા નિયમે દેશવિરતિ ક્યાંથી હોય ? ગણુધરાદિકેની સ્થિતિ જોઈએ તો તેમને સમ્યક્ત્વ સાથે ચારિત્ર પ્રાપ્ત થયું છે. વચ્ચે દેશવિરતિ લીધી નથી. આથી દેશવિરતિ વિના ચારિત્ર લેવું તે નિયમ નથી.
શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે - “દુષમકાલ છે, તેમાં પ્રથમ દેશવિરતિ પછી પ્રતિમાન કરીને સાધુપણું લેવું જોઈએ.” આથી કેટલાક કલ્પનાના ઘોડા દેડાવનારાઓ એવી વાત કરે છે કે સાધુપણાના અભ્યાસ માટે પ્રથમ દેશવિરતિની જરૂર છે. આગળપાછળને વિચાર કરે નહિ, ફાવતું માનવું, ન ફાવતું ન માનવું ત્યાં શું થાય ? શ્રી અભયદેવસૂરિજી મહારાજને પોતાના કહેવા છતાં તેઓ શું કહે છે, તે કેમ જોતા નથી ? પ્રતિમાઓ વિચ્છેદ થઈ છે. એમ કહેવા તૈયાર થાય છે? અભ્યાસ એટલે વારંવાર તીવ્રપણે કરવાની કિયા. પ્રતિમા વહેવાની હોય કે ભાવના ભાવવાની હોય, શું હોય?