________________
૧૬૮
પર્વ મહિમા દર્શન રાણી પ્રભાવતીની સાવચેતી.
એક વખત રાજારાણું ગીતનૃત્યાદિ કરે છે તેવામાં રાજાએ રાણીનું કબંધ મસ્તકરહિત દેખ્યું, તેથી હાથમાંથી વણ પડી ગઈ. રાણીને ક્ષેભ થયે. શ્રીજિનેશ્વરના દરબારમાં સાધન તૂટી જાય તેને અર્થ શો ? રાણીએ કારણ પૂછ્યું એટલે રાજાને કહેવું પડ્યું કે, “હે રાણી ! તારું ધડ (શરીર) માથા વગરનું જોવામાં આવ્યું. એવું દશ્ય એ મોતની નિશાની ગણાય.” મૃત્યુ જાણીને સાંભળનારને શું થાય ? જેણે આગળનું ભાતું તૈયાર કર્યું હોય તેને મૂંઝવણ થતી નથી. વળી દેવપૂજા માટેનાં
તવસ્ત્રોને લાલ પણ જયાં! અને તે વખતે દાસી સામે ચાટલું ફેંકયું તરતજ તે વસ્ત્રો સફેદ લેવામાં આવ્યા. આ દશ્યથી હવે મને મારૂં આયુષ્ય ઓછું જણાય છે. વળી બીન તકસીરવાળી દાસી સામે મેં ચાટલું ફેંકયું એટલે મારું વ્રત ખંડિત થયું. હવે આ પાપથી કેમ છૂટાય? દીક્ષા વિના પાપથી છૂટવાનો બીજો એક પણ ઉપાય નથી માટે મને પ્રવજ્યા લેવાની રજા આપે. શરત મુજબ પ્રતિબોધ.
રાજાએ પ્રત્રજ્યાની રજા તે આપી પણ તેને કહ્યું કે “તું જે સ્વર્ગે જાય, દેવ થાય કે કેવી થાય તે મને પ્રતિબંધ કરવા આવજે.” રાણીએ પ્રવજ્યા અંગીકાર કરી, સંયમ પાલન કરી, અંતે અનશનપૂર્વક કાલ કરી પ્રથમ દેવલોકે તેને જીવ દેવ થયે. રાણુના અવસાન બાદ તે મૂર્તિનું પૂજન દેવદત્તા નામની દાસી હંમેશાં કરે છે. રાણીને જીવ દેવ થયા. તેણે હવે રાજાને પ્રતિબંધ કરવાનો વિચાર કર્યો. બીજા ઉપાય કર્યા બાદ દેવતા રાજસભામાં તાપસ રૂપે આવ્યો અને દિવ્યફળને થાળ રાજાને ભેટ કર્યો. રસનેંદ્રિય લુબ્ધ રાજા તેને કહેવા લાગે હે તાપસ ! આ ફળ ક્યાં થાય છે તે બતાવ.”
તાપસ તેને પિતાના બગીચામાં આશ્રમમાં આવવાનું કહે છે. રાજા તૈયાર થાય છે. આગળ તાપસ અને પાછળ રાજા ! વિષય લબ્ધ મનુષ્ય ગમે ત્યાં જવા તૈયાર થાય છે! દેવતાએ દેવમાયાથી આખે બગીચે તેવા ફળવાળે રચે. આ બગીચે જોઈને રાજા મનથી વિચારે છે “હું તે આ તાપસને ભક્ત છું એટલે મારે તે જેટલાં ફળ ખાવાં હશે