________________
દિવાળી પર્વ વ્યાખ્યાન
૧૭૭ વિષય-કષાય, આરંભ પરિગ્રહ વગેરે અનંતકાળથી પરિચયમાં આવેલા છે, છતાં તેમાં અવજ્ઞા થતી નથી. જેને અભિલાષાપૂર્વક લેવામાં આવતા નથી, કર્મના ઉદયથી આપોઆપ વિકૃત થઈ જાય છે. ઘણે ભાગે સારી અને અત્યંત પરિચયવાળી વસ્તુમાં અવજ્ઞા થાય છે. શ્રી ગૌતમસ્વામિજીએ ત્રીસ વર્ષની સેવામાં શું મેળવ્યું?
શ્રી ગૌતમસ્વામિજી મહાવીરપ્રભુના શરણમાં કેટલા વરસેથી છે? પ્રભુના નિર્વાણના વખતની અપેક્ષાએ પ્રભુ મહાવીરની સેવા કરતાં ૩૦ વરસ ગયાં છે. ૩૦ વરસ જેટલે અત્યંત પરિચય થયો છે, આ તે પ્રતિબંધ સાથે ૧૨ અંગ રચવાવાળા, ૪ જ્ઞાન પામેલા, ગણધર પદવી ઉપર આરૂઢ થયેલા તે પણ તાજું નહિ. એ વસ્તુને પણ ત્રીસ ત્રીસ વરસ થઈ ગયાં છે. એવી શક્તિવાળી વ્યક્તિએ પણ ૩૦ વરસ મહાવીર ભગવાનની સેવા કરીને મેળવ્યું શું? તે કે કંઈ નહિ.
કેમ કંઈ નહિ? એમ હું કહું છું ! જે મેળવવાનું હતું તે તે દીક્ષા સાથે જ મેળવી લીધું છે, ચાર જ્ઞાનથી પાંચમું જ્ઞાન નથી મેળવ્યું, દીક્ષા સમયે શ્રુતજ્ઞાન મેળવ્યું તેથી અધિક શ્રુતજ્ઞાન નથી મેળવ્યું. સામાયિક–છેદોપસ્થાપનીયથી વધારે ચારિત્ર નથી મળ્યું. મહાવીર મહારાજાની સેવાથી નવો લાભ નથી થયું. પહેલાં મળ્યું તે મળ્યું, છતાં અખંડ સેવા ! એક વખતને ઉપકાર જિંદગી સુધી ખસે નહિ.
સેવા લાભની અપેક્ષાએ ન હતી, બદલા તરીકે ન હતી, પણ સેવા કલ્યાણ કરનાર તરીકે હોવાથી ૩૦ વરસમાં કાંઈ ન મળયું તેની દરકાર નથી. પહેલાં સમોસરણમાં પ્રતિબંધ પામ્યા કે તુરત ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન, ચાર જ્ઞાન અને સમ્યગદર્શનાદિ ત્રણ ત્યાં મળી ગયા. તે પછી લગીર પણ વધારે થયો નથી. વધારા વગરની ૩૦ વરસની સેવા છતાં, વિનય એવા જ પ્રકારને, જરાય ખામી નહીં. એક વખતને ઉપકાર જિંદગી સુધી ખસે નહિ અને અપકાર પણ એ કે વખત ન થાય.
રાજા મહારાજાઓમાં સામતે કે ભાયાતને દેશ કે ભાગ કાઢી આપવામાં આવે, પછી પેઢીની પેઢીઓ ચાલી જાય પણ તે પછી જમીનને ટુકડે ને ન મળે, એક હક્ક પણ ન ન મળે, તે પણ
૧૨