________________
દિવાળી પર્વ વ્યાખ્યાન
૧૮૧
કરે છે, ભકિત કરણીય છે, એવી ધારણા થાય એથી એમની ભકિત કરૂં છું. ભકિત કલ્યાણ કરનારી છે, ગુણ લાવનારી છે એવી માન્યતાપૂર્વક કરવા લાયક છે, એમ ધારી ભક્તિ કરે તે કલ્યાણ જરૂર કરે અને ગુણ પ્રાપ્ત કરે. આરસી એ ભકિત. અને સૂર્યનું પ્રતિબિંબ એ અરિહંત.
આરસીમાં પલું સૂર્યનું પ્રતિબિંબ આંખમાં પાણી લાવે છે, આરસીની તાકાત આંખમાં પાણી લાવવાની નથી. છતાં આરસી દ્વારા એ પાણી આંખમાં આવે છે, તેમ આરસી એ ભક્તિ અને સૂર્ય એ અરિહંત, અરિહંત લાવ્યા આવે, પિતે ન આવે. અહીં સૂર્ય ખસી ગયે નથી, છાયાદ્વારા એ કાચમાં પેઠે, એટલે કે સૂર્ય ત્યાં ને ત્યાં જ છે, પણ સૂર્યને આકાર આવે, તેનું તેજ આવે, છાયાદ્વારાએ પટેલે સૂર્ય આંખમાં ઝળઝળીયાં લાવે છે. ભગવાન એક જ સ્વરૂપ છતાં ભક્તિદ્વારાએ કલ્યાણ કરે.
આરસી તેજસ્વીપણાની છાયા છે, તેમ ભક્તિ ભગવાનના વિષયની છે તો કલ્યાણ કરે, કુદેવની હોય તે ન કરે. સુદેવ વિષયક ભક્તિ હોય તે કલ્યાણ કરે. ભક્તિમાં ગુણને વિષય કરવો જ પડે. હવે ભગવાન અને ભકિત એ બેમાં ભકિતની જ તીવ્રતા છે. ભગવાન કલ્યાણ ન કરે પણ ભગવાનની ભકિત કલ્યાણ કરે છે. તે છતાં ભક્તપણાની બુદ્ધિ ન હોય તે શું થાય? ઈન્દ્રમહારાજના હુકમથી હરિëગમેષ દેવ શ્રમણભગવાન મહાવીરને દેવાનંદાની કૂખમાંથી ત્રિશલાદેવીની કૂખમાં લઈ જાય, તે અતિતાદિ ત્રણકાળના ઈન્દ્રને અચાર છે. ગર્ભ ફેરવે હરિણેગમેષી, છતાં આચાર ઈન્દ્રને કહેવાય. ઈન્દ્રનું કાર્ય કરનારા હરિપ્લેગમેષી, જેના અંતઃકરણમાં “આવા કુળમાં તીર્થકર આવે તે આશ્ચર્ય જણાય અને તેથી રાજકુળમાં ગેઠવું” એ વિચાર કરનાર આચારવાળે તે જ ભકત.
| તીર્થકરને દેવાનંદાની કૂખમાંથી ત્રિશલાની કૂખમાં લઈ જવાને આચાર ઈન્દ્રને ને કાર્ય કર્યું હરિગમેષીએ, બધી ગોઠવણ પણ કરી તેણે; છતાં આચાર ઈન્દ્રને. અરે ! કરે તોએ, ન કરે તે એ આચાર ઈન્દ્રને કહેવાય, કલ્યાણકના મહોત્સવ પોતે જ કરે. દીક્ષા, કેવલ મેક્ષ, જન્મ વખતે પિતે અહીં હરિëગમેષીને મોકલે છે તે આ જીત (કલ્પ)