________________
૧૭ર
પર્વ મહિમા દર્શન રાજા પિતાની પૌષધશાળામાં મધરાત્રે વિચારે છેઃ “તે રાજાઓ, શ્રેષ્ઠિવ અને સાર્થવાહોને ધન્ય છે, તેઓ નમસ્કાર કરવા લાયક છે કે જેઓએ શ્રી વીર ભગવાન પાસે દીક્ષા લીધી છે. જે સ્વામી મને પવિત્ર કરે, પધારે તે તેમના ચરણકમલમાં પ્રવજ્યા લઈ પવિત્ર થાઉં,” તેના મને ગત ભાવ જાણી ભગવાન ચંપાથી ચાતુર્માસ કરી ત્યાં આવ્યા. ફરી ત્યાંથી રાજગૃહી ચોમાસું કર્યું. “ભગવાન સિદ્ધાચલ આવ્યા નથી.” એમ કહેનારાઓએ વિચારવું જોઈએ કે સિંધુસૌવીરમાં એકેય ચોમાસું નથી એનું શું ? ઉદાયન રાજા રાજષિ થયા
ઉદાયનરાજા કેણિકની માફક મહોત્સવ પૂર્વક વંદના કરવા નીકળ્યા ત્યાં આવી, વંદના કરી, દેશના શ્રવણ કરી. પિતાના પુત્ર અભીચિને રાજ્ય (અનર્થકર જાણી) ન આપતાં, પિતાનું રાજ્ય છે એવા પિતાના ભાણેજે કેશિને રાજ્ય આપ્યું. ભાણેજે કરેલા મહોત્સવ પૂર્વક ઉદાયનરાજાએ દીક્ષા લીધી. તીવ્ર તપશ્ચર્યા ! વિષ અપાય છે, સંહરાય છે.
આખરે વિશ્વવ્યાપે છે. કેવલજ્ઞાન, મોક્ષ !
ઉદાયનરાજા હવે તીવ્ર તપશ્ચર્યા કરે છે. રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્ય મુનિને નિદાન કરી કહ્યું કે, “તમારે દહીં લેવું, મુનિને હવે શરીરની સ્પૃહા નથી. ઉદાયનમુનિ વિહાર કરતાં ભેરા તરફ ગયા. દુનિયા કેવી વિલક્ષણ છે ! કર્મચંડાળ પ્રધાનએ પેલા કેશિ (ભાણેજ) રાજાને ભરમાવ્યું. “આ તારે મામે દીક્ષાથી કંટાળી રાજ્ય લેવા પાછો આવે છે. માટે તેને વિશ્વાસ કરતે ના !” ખાનદાન હૃદયવાળા કેશિએ કહ્યું કેઃ “તેનું જ રાજ્ય છે. ભલેને લે!” મંત્રી ભેંઠો પડ્યો, ફરી બીજી યુક્તિ કરી તે બોલ્યાઃ “હે રાજન ! રાજ્ય પુણ્યથી મળે છે. આ રાજ્ય કાંઈ તેણે તને નથી આપ્યું પરંતુ તારા પુણ્યમાં હતું તે મળ્યું, માટે પુણ્યથી પ્રાપ્ત થયેલા રાજ્યને જવા ન દેવાય.”
કર્મચંડાળે બરાબર ચાવી ચડાવી. મુનિને ઝેર આપવાનો માર્ગ બતાવ્યું. કેશિરાજ ઉત્તમકુળને છતાં પ્રધાને પ્રેર્યો એટલે તેમ કરવા તૈયારથ. ઠેર પાળવાવાળા પાસે રાજાએ મુનિને દહીંમાં વિષ અપાવ્યું પણ દેવતાએ સંહરી લીધું. પછી દહીં ખાવું બંધ કર્યું. રોગ