________________
૧૬૬
પર્વ મહિમા દર્શન કાયોત્સર્ગ ધ્યાને રહેલા હતા. વૈમાનિકદેવ તે વિન્માલીને ભગવાનની (ગૃહસ્થપણામાં) મૂર્તિ કરવાનું કહે છે અને કહે છે કે તેથી તેને બોધિ ઉત્પન થશે. નાગિલના જીવનું તે પ્રત્યક્ષ ચમત્કારવાળું, હિતકર, સુંદર વચન વિન્માલીએ અંગીકાર કર્યું. ચિત્રશાળામાં કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા ભગવાનને તેણે જોયાઃ જેઈને ગશીર્ષચંદન લાવી અલંકારયુક્ત એક મૂર્તિ કરી, કપિલકેવલી પાસે પ્રતિષ્ઠા કરાવી અને પ્રતિમા પેટીમાં સ્થાપન કરી. પ્રતિમાનો પ્રભાવ
તે વખતે વહાણને વેપારી દરિયામાં ઉત્પાતને કારણે અટવા હતો અને વાત કરતાં છ માસ નીકળી ગયા હતા. દેવે તેણે જોયે, અને તેની પીડા સંહરીને પેટી આપી, અને કહ્યું કે તું મેરા નગરે લઈ જજે, ઉદ્ઘેષણા કરજે કે, “આ પરમાત્માની પ્રતિમા જેને લેવી હેય તે લે.” પ્રતિમાના પ્રભાવે દરિયે શાંત થયો અને તે વેપારી ભેરાનગરે પહોંચે. ઉઘાષણ સાંભળીને ઘણું બ્રાહ્મણો, તાપસે વગેરે આવ્યા અને સૌ પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરી પેટી ઉઘાડવા મથે છે પરન્તુ પિટી ઉઘડતી નથી. એમ કરતાં કરતાં મધ્યાહ્ન થયે. -પ્રભાવતી રાણીએ પેટી ઉઘાડી, પ્રતિમાને ૨ાજમહાલયના ચૈત્યમાં સ્થાપે છે.
લેકની મેદની પારાવાર છે. રાજા પણ ત્યાં જ સ્થિત થયેલ છે. બાર વાગ્યા, મહેલમાં રાજા પધાર્યા નહિ, ભેજનને સમય ઉલ્લંઘન થવા લાગે એટલે રાણીએ થાકીને દાસીને તેડવા મોકલી. રાજા કહે છે રાણીને અત્યારે ખાવાનું સૂઝે છે પણ અહીં તો આ હાલત છે. જે અહીંથી જરાક ખસું તો ધડાધડ થઈ જાય ! અત્યારે મારાથી અહીંથી ખસી શકાય તેમ નથી.” દાસીએ જઈને રાણીને વાત કરી. રાણું પ્રભાવતી, તે પરમ શ્રાદ્ધવર્ય ચેડામહારાજાની કુંવરી હતી. તે પોતાના મનથી વિચારવા લાગી, “આ લેકે પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી અને તેવાઓથી બાર બાર કલાક તે શું પણ તેટલા દિવસો વીતી જાય તો પણ પેટી ઉઘડવાની નથી.” પ્રભાવતી રાણી પતે જાતે ત્યાં આવી સિંધસૌવીર બે દેશે જયાં એકઠાં થાય છે એવા ભેરાનગરના રાજા કે જેના તાબામાં (રાજ્યમાં) ૩૬૩ શહેરો છે, તેવા રાજાની પટરાણ આ પ્રસંગે, દેવાધિદેવની આ મૂર્તિના પ્રસંગે જમાનામાંથી પિોતે જાતે