________________
અઠાઈ વ્યાખ્યાન
૧૬૯ તેટલાં ખાઈ શકીશ.” આમ વિચારી તેણે વાંદરાની માફક ફળ ઉપર ત્રાપ મારી. બગીચામાંથી દેવમાયાથી વિમુર્વિત એવા તાપસ નીકળ્યા અને રાજાને ખૂબ પીટ. રાજા તે ત્યાંથી જીવ લઈને ચેરની પેઠે નાઠે. નાસતાં નાસતાં માર્ગમાં મુનિ મહારાજ દેખાયા. મુનિએ તેને આશ્વાસન આપ્યું. રાજા એ વખતે મનમાં વિચારવા લાગ્યાઃ “અહે! કૂર એવા તાપાએ મને છેતર્યો! આ તાપસ કેવા ઘાતકી છે!” ત્યાં તે પ્રભાવતીરાણીને જીવ, તે દેવ પ્રત્યક્ષ થયે અને પિતાને પૂર્વભવને પરિચય કરાવી તેણે રાજાને જણાવ્યું કેઃ “તમને પ્રતિબંધ કરવા માટે આ તમામ માયા મેં જ રચી છે.”
દેવતા તે પિતાની ફરજ બજાવી પાછો પિતાના સ્થાને ચાલ્યા ગયે. રાજા મહેલે ગયે. સભામાં તેને વિચાર આવ્યું કે, “દેવતાએ પ્રતિબંધ કરવા માટે આ તમામ કર્યું ! જૈન ધર્મની આરાધનાના પ્રભાવથી દેવતા થવાય છે કે તે એ નક્કી થયું.' દિવ્યગુટિકાથી કુંજકા સુવર્ણ ગુલિકા બને છે.
ગાંધાર નામને શ્રાવક શાશ્વતી પ્રતિમાને વંદન કરવાની ઈચ્છાએ વૈતાઢય પર્વતની તળેટીમાં રહેલું છે શાસનદેવી તેના પ્રત્યે તુષ્ટમાન થઈ તેનું ઈષ્ટ પૂરૂં કરે છે. તેણીએ તેને ૧૦૮ ગુટિકાઓ આપી. ગુટિકાનો પ્રભાવ એ છે કે મેંમાં મૂકી જયાં જવાનું ચિંતવવામાં આવે ત્યાં પહોંચી જવાય. તેણે એક ગુટિકા મેંમાં મૂકી અને મનમાં જીવિતસ્વામીની પ્રતિમાને વંદન કરવાની ધારણા કરી. ચિંતવતાં જ દેવતાએ તેને મૂર્તિની પાસે લાવીને મૂકો. ત્યાં તેણે પ્રસન્નચિત્તે અતિ ભક્તિપૂર્વક પ્રભુની મૂર્તિની પૂજા કરી. તેને પિતાનું મૃત્યુ નજીક જણાતાં સાધર્મિક એવી કુખિજીકાને તમામ ગુટિકાઓ આપી અને તેણે દીક્ષા લીધી.
દેવદત્તા દાસી કુખિજાકા હતી તેથી ગુટિકાના પ્રભાવથી તેણીએ રૂપની ઈચ્છા કરી અને રૂપવાળી બની ગઈ. દિવ્યાકાર બનેલી તે દાસીનું નામ સુવર્ણગુલિકા પાડવામાં આવ્યું. તે દાસી બીજી ગુટિકા મેંમાં મૂકી મનથી વિચારે છે “યોગ્ય વર વિના આ રૂપ શા કામનું? હાથી વિના અંબાડી શા કામની ? તે જ રીતિએ યેગ્ય વરના અભાવથી મારુ રૂપ નકામું જાય છે. હવે આ ઉદાયનરાજા તે મારા પિતા તુલ્ય છે તેથી ચંડપ્રદ્યોતન રાજા મારે ભર થાઓ !”