________________
૧૬ર
પર્વ મહિમા દર્શન બેલ્યોઃ “સમુદ્રના કાંઠે જે વડ દેખાય છે, તે બેટ દ્વીપ)ના પહાડમાં થયેલ વડ છે, જ્યારે આ વહાણ તે વટવૃક્ષ તળેથી પસાર થાય તે વખતે તેને પકડી લેજે, વળગજે અને રાત્રે અહીં ભારંડપક્ષી આવશે, સૂઈ જશે, તેને પગ સાથે તારા દેડને બાંધજે? તેની સાથે તું પણ સવારે પંચલ જઈ શકીશ.” કે ધંધ! ક્રોડ સોનૈયા લેનારે વડને વળગવાનું કહે છે અને ભારંડનો હવાલો આપે છે! કામાંધને શું !એને તે સ્વર્ગ પ્રત્યક્ષ દેખાય છે ! પેલા ખલાસીઓ સાથે સાથે ભયનું ભૂંગળું પણ વગાડ્યું કે જો તું વલે નહિ વળગે તો આ વહાણ મોટા આવર્તમાં ભાંગી જવાનું છે, તેથી તારા બાર વાગી જવાના છે. તેની ભાઈ તે સપડાયા ! સળગી મરવું પડશે !
એ કુમારનંદિ સોની, પાંચસેં, પાંચસેં સ્ત્રીઓ ઘેર વિદ્યમાન છતાં હાસાપ્રવાસાને મેળવવા ખાતર વડલે વળગ્યો ! ખલાસી ખોટ હેતે એ વાત ખરી પણ કામાંધની દશા કઈ તે વિચારે! તે સોની રાત્રે ભારંડપંખીના પગે બંધાયે, તેના ઉડ્ડયન સાથે તે પણ ઉડયો અને ત્યાં પહોંચે. એ દ્વીપ હત માટે હવે કયાં જવું એમ તે મૂંઝાવા લાગે પણ હાસપ્રહાસાએ તેને જે અને પ્રત્યક્ષ થઈ. સોનીએ નફટપણે ભેગની પ્રાર્થના કરી. પેલી હાસપ્રહાસાએ તે સાફ સંભળાવ્યું: “આ શરીરથી અમારી સાથે સમાગમ ન થાય. તારે કામભોગની ઈચ્છા હોય તે સળગી મરવું પડશે. અગ્નિમાં પ્રવેશ કરે, મરતી વખતે અમારું ધ્યાન ધરવું, અમારા સ્વામી થવાનું નિયાણું કરવું. જેથી પંચૌલને માલિક થઈશ તેથી અમે તારી સાથે કામ ભોગ ભોગવીશું. અમારા માલિકના સ્થાને જે આવે તે અમારો સ્વામી!” હવે શું થાય? બળવું પાલવે? શ્રાવક મિત્રને ઉપદેશ. | સોનીની શી દશા? ખલાસી અહીં લાવ્યા પણ અહીંથી ચંપાએ કેણ લઈ જાય ? હાસાપ્રહાસાએ તેને ઉપાડીને ચંપામાં મૂકે. સનીના ક્રોડ સોનિયા ગયા, શહેરમાં આબરૂ ગુમાવી, પાંચસો સ્ત્રીઓની પ્રતીતિ ખાઈ! કામથી વિડંબિત હોય તે કોડેમાં ફજેત થાય તેમાં નવાઈ નથી? વીજળીના ઝબકારાની અસર આંખને કેવી થાય છે? સોની પણ હાસાખડાસાના શરીરને જોઈને મૂંઝાયે હતું. હવે તેણે અગ્નિમાં બળી મરવાનું નકકી કર્યું. ગધેડે દ્રાક્ષ ખાઈ જાય તેમાં વટેમાર્ગનું કાંઈ