________________
અઠાઈ વ્યાખ્યાન
૧૬૧ હિંસાદિકને પડખે ચઢતાં હજી બચાય પણ
કામને પડખે ચઢતાં ન બચાય. સોનીને મનથી પ્રશ્નો તે થયા કે, અહીં કેમ નહીં? ત્યાં કેમ આવવું ? વગેરે કામીઓને આતુર કરનારી સ્ત્રીઓ અધી વાતે ઉઠી જાય એવી રતિનિપુણરામાઓની કલા છે. કામીઓ પોતાની કામેચ્છા પરિતૃપ્ત કરવા શરીરને, કુટુંબને, ધનને, કહે કે સર્વસ્વને હમે છે, કશા તરફ જોતા નથી. રાજા રાવણનું દષ્ટાંત જગપ્રસિદ્ધ છે. તેથી શાસ્ત્રકારે કામને પડખે પણ ચઢવાની ના કહે છે. તેઓ કહે છે કે હિંસાદિકને પડખે ચઢશે તે બચશે પણ કામને પડખે ચઢેલા નહિ બચે. કોડ સોનૈયા | સોનીને તે હવે પંચશૈલદ્વીપે જવાની તાલાવેલી લાગી, પણ ત્યાં જવું શી રીતે ? તેણે રાજાને સોનૈયાના થાળનું ભેગું કરી પિતાની ઈચ્છા જણાવી કે મારે પંચૌલદ્વીપે જવું છે, આપ પ્રજાને જાણ કરે કે જે કોઈ મને ત્યાં લઈ જશે તેને હું કોડસૌનૈયા આપીશ.” ગામમાં રાજાએ તેવો પડહો વગડાવ્ય, તેવી ઉદ્દઘેષણ કરાવી કે કુમારનંદિ સેનીને જે કંઈ પંચશૈલદ્વીપે લઈ જશે તેને તે તેની કોડ સોનૈયા આપશે.” એક બુટ્ટા અનુભવી તથા લેમિયા ખલાસી–વહાણવટીએ તે પહે ઝીલે. આવી બાબતમાં ભરેસે જાય તે ભાન ભૂલેલે ગણાય, એટલે તેણે કોડસોનીયા પ્રથમ જ માગ્યા. વેપારી હોય તે આગળ પાછળનો વિચાર કરે કે “કોડસે નૈયા આપું તે ખરો પણ આ મને પહોંચાડશે કે નહિ?” સોની તે કામાંધ હતે “વામાં નૈવ ઘાતિ’ તેને કશો વિચાર હોય જ નહિ. તેણે તે તુરત કોડ સોનૈયા ગણી દીધા. વૃદ્ધ ખલાસીએ વહાણ તૈયાર કર્યું. કુમારનંદિ તે વહાણુમાં બેઠે. નવી' લાવનારા “જૂનીને વિચાર કરે છે? પેલી પાંચસે સ્ત્રીઓને તે ઘેર રોતી રાખી, તેનું શું થશે તેને વિચાર તેણે ન કર્યો. આજે પણ “નવી લાવનારા જૂનીને વિચાર પણ નથી કરતા. સેનીભાઈ તે સપડાયા !
વહાણ ચાલ્યું. દરિયામાં જેમ વહાણ નાચતું તેમ કામાંધ કુમારનંદિ પણ મનથી વિવિધ વિવિધ કામેચ્છામાં નૃત્ય કરતે હતો. દરિયામાં ઘણે દૂર ગયા પછી એક વૃક્ષ તરફ આંગળી કરી ખલાસી