________________
બાહ્નિકા વ્યાખ્યાન
૧૪૭ તે આ છે. પણ અત્યારે થાય છે તેમાં તે ન્યૂનતા છે.
ભગવાનના અલંકારે કેવા છે? અંદર ચાંદી ઉપર સેનું ! અલંકાર એવા તે પછી રથની શી વાત! પંડમાં આવા અલંકાર પહેરાય છે?
હવે એ રથ કે છે? મેરૂગિરિસદશ, સેનાના મોટા દંડ, ધજા, છત્ર, ચામરયુકત એ રથ અત્યંત શેભાયમાન દેખાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા, પુષ્પાદિકથી પૂજન થયેલી. પ્રભુજીની પ્રતિમાથી અલંકૃત, ઉપર જણવ્યો તે રથ મહાજને (શ્રીસંઘના અગ્રગણ્યો) શ્રી કુમારપાળ મહારાજને ત્યાં લાવે છે કે જ્યાંથી યાત્રા નીકળે છે.
રથ શી રીતે ચાલે છે? વાજિંત્રોથી દિશાઓ શબ્દાયમાન થઈ છે, સ્ત્રીઓ જ્યાં નૃત્યાદિ કરે છે, અને મંત્રી, સામંતો આગળ ચાલી રહ્યા છે એ રથ પ્રથમ તો રાજાના મહેલે જાય છે. પરમાત્ મહારાજા કુમારપાલ રથની અંદર બિરાજમાન થયેલી પ્રતિમાને સુવર્ણાલંકારાદિથી પૂજે છે, પિતે પૂજા કરે છે, કરાવે છે. વિવિધ પ્રકારે નાટકાદિ કરે છે અને કરાવે છે. આ રીતે આખી રાત્રિએ રાત્રિ જાગરણ કરવામાં આવે છે. સવારે ત્યાંથી રથ આગળ ચાલે છે, સિંહદ્વારે મંડપમાં રથને રાખવામાં આવે છે. ત્યાં રથ રહે છે. ત્યાં પણ મહારાજા પૂજા કરી પોતે જ વિધિપૂર્વક સંઘ સમક્ષ આરતી ઉતારે છે. પછી હાથીઓથી જોડાએલે તે રથ આખા નગરમાં આગળ આગળ ચાલે છે, જુદા જુદા મંડપે પૂજનાદિ થાય છે. “થે હાથે જ ખીંચાય” એવું એકાન્ત નહ. હાથે પણ ખીંચાય, હાથી, વૃષભાદિથી પણ વહન થાય. જે જે પ્રકારે શાસનની ઉન્નતિ દેખાય, તે પ્રકારે તમામ થાય. દુનિયામાં પણ કોંગ્રેસના નેતાની ગાડી હાથે પણ ખેંચાય છે, વૃષભ, ઘોડા પણ વધારે સંખ્યામાં જોડવામાં આવે છે, (મંડપ પણ જેવા તેવા નહિ, વિશાળ કે જેથી મનુષ્યો સારી સંખ્યામાં ભકિત કરી શકે એટલે તે રથ દરેક ડરે જાય છે, આથી દરેક શેરીને રહેનારાઓને દર્શન, પૂજનાદિને પરમ લાભ મળે છે. આનું નામ રથયાત્રા!
ત્રીજી યાત્રા તે તીર્થ યાત્રા ! શ્રી શત્રુંજય, શ્રીરૈવતગિરિ, તેમજ જ્યાં જ્યાં તીર્થંકરદેવનાં જન્મ દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ થયાં હોય તથા વિહારભૂમિ હોય તે સ્થળ અતિ શુભભાવેત્પાદક હેઈ,