________________
૧૩૮
પર્વ મહિમા દર્શન સંઘપૂજાના પ્રકાર
શ્રીસંઘપૂજા ત્રણ પ્રકારે કરી શકાય ઃ (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ અને (૩) જઘન્ય. સર્વ પ્રકારે સંપૂર્ણ આદરથી થતી પૂજા તે ઉત્કૃષ્ટ પૂજા છે, યાદ રાખો કે લગ્નમાં, અમુક જ્ઞાતિઆદિ પ્રાસંગિક જમણેમાં ઘરનો સ્ત્રી વર્ગ, વાજતે ગાજતે નેતરાં દેવા જાય છે. સંઘ પ્રસંગે એમ કઈ ગયું? કરે તુલના ! ત્યાં પેલા એટલે આદર નથી એ સ્પષ્ટ છે! લગ્નાદિ પ્રસંગે ઘરનાં જ બેન, બેટી, વહુઓ કહેવા જાય છે ને ! અને માંડવે બેસાડી, ખેબે ખેબે ૯હાણ અને જરાય ઓછું ન દેખાય તેવી પહેરામણી કરે છે ને ! સંઘપૂજા પણ તે જ પ્રકારે કરવી જોઈએ. સંઘને અંગે ઘેરથી કઈ બોલાવવા ગયું ? કેઈ રહી ગયું ? કયા ગુણવાન ભાઈ-બહેન નથી આવ્યાં? નથી આવ્યાં તો શાથી? આ કદી જોયું ? તપાસ કરી ? શ્રીસંઘને માટે પણ મનહર મંડપની રચના કરવી જોઈએ. આવનાર ભાઈ બહેનોને બેસવાનાં સુખાસન જોઈએ. પછી અશન, પાન, ખાદિમ, સ્વાદિમપૂર્વક, પૂર્ણ ઉલલાસથી જમાડી ત્યારબાદ પહેરામણી (વસ્ત્રાલંકારની) કરવી જોઇએ. આનું નામ ઉત્કૃષ્ટપૂજા, અને એકેક સૂતરની કેકી, આપવાથી થતી પૂજા તે જઘન્ય સંઘપૂજા સમજવી. ભલે સૂતરની કેકડી અપાય પણ ત્યાં હદય ભક્તિથી ઉછળતું જોઈએ. આ બે પ્રકારની વચ્ચેની તમામ પ્રકારની પૂજા તે મધ્યમ પ્રકારમાં ગણાય.
શક્તિના અભાવે, વિવેકી શ્રાવક સાધુ, સાધ્વીને સૂતરની મુખપત્તી માત્ર આપીને ભક્તિ કરી શકે છે. શ્રાવક, શ્રાવિકોને અંગે, સંખ્યામાં શક્તિ મુજબ, નહિ તે છેવટે એક. એક શ્રાવક શ્રાવિકાને પણ નેતરી, કાંઈ નહિ તે સોપારી વગેરે આપી, તેટલા સન્માનથી પણ ભક્તિ કરી શકે છે. પ્રતિવર્ષ શ્રીસંઘપૂજાનું આ કર્તવ્ય કરવું જોઈએ. જે આજે સૂતરની કેકડી તથા સોપારી દેશે તે કાલે શ્રીફળ પણ આપશે અને પરમદિવસે પહેરામણી પણ કરશે. જે કાંઈ નહિ કરે તેનામાં અધિક ભાવનાની કલ્પના પણ કયાંથી આવવાની? જેને ટેવ જ નથી પડી તે શું કરવાને? ક્ષેત્ર વિના ખેતી થવાની ? ક્ષેત્ર હશે ત્યાં ખેતીને પ્રસંગ આવવાને. અહીં દ્રવ્યનું મૂલ્ય નાડે, મૂલ્ય હૃદયલ્લાસનું છે. નિર્ધાન પણ મુહુપત્તી તથા સેપારી માત્રથી મહાફળ મેળવી શકે છે. કહ્યું છે કે :