________________
અઠાઈ વ્યાખ્યાન
૧૪૧.
અંગે આપણું રૂઢી એવી છે કે જ્યાં ત્યાં જમાડી દેવા. પ્રથમ કહેવાયું છે કેણ જગ્યું, ન જયું એ પણ જેવાતું નથી. ગુણવાન આવ્યું ન આવ્યું, કેમ ન આવ્યું ? એ પણ જેવાતું નથી. વાત્સલ્ય માત્ર જમાડવાથી. જ પર્યાપ્ત છે એમ નથી.” મહાલાભદાયક સાધર્મિક વાત્સલ્ય કેવું હોય ? પિતે રીતસર, ઉલ્લાસપૂર્વક, વિનયપૂર્વક નિમંત્રણ કરે, આવેલાને આ ભાઈ, આ બેન એમ બહુમાનપૂર્વક બેલાવી, વિશિષ્ટાસન. ઉપર બેસાડે. ત્યાર પછી અશન, પાન,ખાદિમ, સ્વાદિમ ભક્તિપૂર્વક આપી જમાડે અને પછી વસ્ત્રાલંકારથી પહેરામણી કરે. શું આટલે પત્યું ? ના ! વિપત્તિમાં પડેલા સાધર્મિકને સ્વધનવ્યયથી પણ વિપત્તિથી મુક્ત કરે. તેના ખાતે લખીને કરે એમ નહિ, એમ કરે એ વાત અલગ, આ તે પોતાના દ્રવ્યથી પણ સાધર્મિકને આપત્તિથી મુક્ત કરે. આવી રીતે સાધર્મિકને ઉદ્ધાર કરવો જ જોઈએ.
न कयं दीणुद्धरणं, न कयौं साहम्मिआग वच्छलं । हिअयमि वीयराओ न धारिओ, हारिओ जम्मो ॥१॥
જેણે દીનોનો ઉદ્ધાર કર્યો નથી, જેણે સાધમિક્વાત્સલ્ય કર્યું નથી, જેણે હૃદયમાં શ્રી વીતરાગદેવને ધારણ કર્યા નથી, તે પિતાનો જન્મ હારી ગયેલ છે.
જુગારમાં જુગારી જેમ જીતવા કે હારવાની હોડમાં મૂકાયે છે. તેમ જ મનુષ્ય પણ આ જીવનમાં જીતવા હારવાની હોડમાં મૂકાય છે. સવને જીતવું છે. તમામ નિયમે જીતવા માટેના છે. જીતવા માટેની જે આચરણ ન કરે તે હારેલે જ છે ને ! શાસ્ત્રકાર જીતવાની ખબર દે, જીતવાની વાત કરે; હાર્યાની, હારવાની વાત ન કરે. મરણની ખબર તે કાળેતરીઓ જ દે, ગેર તે જન્મની વાત કરે. શાસ્ત્રકાર તો કહે છે કે શ્રાવિકાનું પણ વાત્સલ્ય શ્રાવકની માફક જ કરવાનું છે. પછી . તે વિધવા હોય કે સધવા હોય, સાધ્વી તથા શ્રાવિકાને અંગે “સુશીલા એવું વિશેષણ વાપરવામાં આવ્યું છે.
અહીં જેને નથી પાલવતું તેવાઓ એમ પૂછે છે કેઃ “મહારાજ! સાધુ તથા શ્રાવકને બહુમાન આપીએ, તેમની ભક્તિ કરીએ, પણ સાધ્વી. તથા શ્રાવિકા (સ્ત્રી જાતિ)ની ભક્તિ કરવી, બહુમાન કરવું એ કેમ પાલવે ?