________________
૧૨૮
પર્વ મહિમા દર્શન બાદશાહે નગરપ્રવેશ કર્યો. નગરમાં પિતાની આજ્ઞા પ્રવર્તાવી. એ ત્રીજો ચમત્કાર! ઈચ્છામાત્રમાં કિલ્લે સર! અકબરે જોયું એ નજરોનજર!!! ગુરુથી ચેલા વધ્યા - હવે દિલ્હીપતિ મોગલ સમ્રાટ અકબરે અંજલિ જેડી અરજ કરી :“ગુરુદેવ! કેઈથી ન થાય એવું કાર્ય આપે ક્ષણમાત્રમાં સિદ્ધ કર્યું. આ રાજ્ય ખરી રીતે આપનું છે, ઈન્સાફની સાફ વાત તે એ જ છે. આપ તે મેટા ફકીર છે. આવી ફકીરી આખી જહાનમાં દીઠી નથી. કૃપાનાથ ! મને કૃતાર્થ કરે ! હુકમ ફરમાવે. હું આપને પ્રિય એવું શું કરું ?
દુનિયામાં નિયમ છે કે નાત જમાડાય ત્યારે વસવૈયાને ખાસ સંતોષવા જોઈએ. નાતીલાને વખાણે કે વડે તેનું મૂલ્ય નહિ, તેનું કેઈ સાંભળે નહિ. કેઈ વખાણે તે પણ પ્રત્યુત્તર મળે કે “કરેજને !” વખોડે તેય જવાબ મળે; “નાત છે ! કેઈ વખત જરા બગડે પણ ખરું ! એમાં શું થઈ ગયું?” આથી નાતીલાઓ બેલે જ નહિ. પણ વસવૈયા ! એ તે સંતોષાયા વખાણ પણ ખૂબ કરે અને અસંતેષથી
જ્યાં ત્યાં વગેરે પણ ખૂબ. આથી જ વસવયાને પ્રથમ ધ્યાનમાં રાખવા પડે છે. ઉપાધ્યાયજીએ પણ વિચાર્યું કે દુર્જનના બેલ્યા સામું જેવાય નહિ, દુર્જને પરત્વે પણ ઉપકાર કરે એ જ સાધુનું કર્તવ્ય છે. કહ્યું છે –
उपकारिषु यः साधुः, साधुत्वे तस्य को गुण । अपकारिषु यः साधुः, स साधुः सद्भिरुच्यते ॥१॥
જે મુસલમાને પ્રજલ્પવાદ કરતા હતા તેમને ક્ષમા કરવાનું પ્રથમ માગ્યું. પછી જરૂઆવે બંધ કરવાનું માગ્યું. જજીઆવે એટલે? હિંદુઓ પાસે માથા દીઠ લેવાતે વેરે. હિંદુપણું ટકાવવા માટે વેરે. જે હિંદુએ હિંદુપણું ટકાવવવું હોય તેણે પ્રતિવર્ષ માથા દીઠ એક સોનૈયો આપ, એ વેરાનું નામ હતું જજીયા (જીજીયા) વેરે. આ વેરાની આવક બાદશાહને પ્રતિવર્ષ ચૌદકોડ સેકનૈયાની હતી. આ બે માગણીથી ઉપાધ્યાયજીએ શું કર્યું? અપકારી મુસલમાનોને પણ ક્ષમા અપાવી, તેમના ઉપર ઉપકાર કર્યો. જજીઆવે બંધ કરાવી હિંદુઓને પણ બોલતા બંધ કર્યા.
બાદશાહે એ તે કબૂલ્યુ પણે ફરીઅર કરી ? અય મહાત્મન !